WPLની ફાઈનલમાં બે જિગરજાન વચ્ચે ટક્કર

WPLની ફાઈનલમાં બે જિગરજાન વચ્ચે ટક્કર

બ્લોગ BLOG
Spread the love



ગુરૂવારે WPLની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ વચ્ચે ટક્કર થશે. RCBની કેપ્ટન સ્મૃતિ મંધાના પાસે WPL ટ્રોફી જીતવા મામલે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરવાની તક છે. લીગ મેચમાં RCBએ શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજી તરફ છેલ્લી ત્રણ વખતની રનર-અપ દિલ્હી કેપિટલ્સ ફાઈનલમાં સતત હારનું મેણું ભાંગવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. પૂર્વ ચેમ્પિયન આરસીબીએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પાછા ફરવાની પોતાની ક્ષમતાને પણ સાબિત કરી છે. આ જ જુસ્સાના કારણે તેણે સતત પાંચ જીત સાથે ઈતિહાસ રચ્યો. ડબલ્યુપીએલમાં આવું કરનારી RCB એકમાત્ર ટીમ બની છે. દિલ્હી કેપિટલ્સ આ વખતે નવી કેપ્ટન જેમિમા રોડ્રિગ્સના નેતૃત્વમાં સારું પ્રદર્શન કરી રહી છે. દિલ્હી કેપિટલ્સે પોતાની બોલિંગ લાઈન-અપ પર પૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો છે, જેમાં ઝડપી બોલર ચિનલે હેનરી અને નંદની શર્માએ નવા બોલથી શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે સૌની મીટ ગુરૂવારે થનારી ફાઈનલ પર છે. કારણ કે બે પાક્કી ફ્રેન્ડ સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્સ આમનેસામને હશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *