Final Up to date:
આલિયા ભટ્ટનો 15 માર્ચના રોજ બર્થડે છે. બર્થડે સેલિબ્રેટ કરવા માટે એક્ટ્રેસ પરિવાર સાથે આ ખાસ જગ્યાએ પહોંચી છે. આલિયા, રણબીર અને રાહાનો આ લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ફિલ્મોનાં શૂટિંગમાંથી સમય કાઢીને આલિયા ભટ્ટ અને રણબીર કપૂર રજાઓની મજા માણવા નીકળ્યાં છે. આમ, તમને જણાવી દઈએ કે 15 માર્ચનાં રોજ આલિયા ભટ્ટ 33મો બર્થડે સેલિબ્રેટ કરશે. આ ખાસ દિવસ સેલિબ્રેટ કરવા માટે આલિયાની સાથે રણબીર કપૂર અને રાહા પણ હોંગકોંગ ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલાં એક વીડિયોમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હોંગકોંગના એક પાર્કમાં દીકરી રાહા સાથે ફરતા જોવા મળી રહ્યાં છે. રણબીર કપૂર તેની દીકરીનું ધ્યાન રાખી રહ્યો છે. આ સમયે બંને કેઝ્યુઅલ કપડામાં જોવા મળ્યાં હતા, જ્યારે દીકરી રાહા સુપર ક્યૂટ લાગી રહી છે.
33મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993ના રોજ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરમાં થયો હતો. આલિયા ભટ્ટ પ્રસિદ્ધ નિર્દેશક મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાજદાનની દીકરી છે. આલિયા ભટ્ટે મુંબઈમાં સ્ટડી કરી છે. એક્ટ્રેસે મુંબઈની જમનાબાઇ નરસી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. 14 એપ્રિલ 2022માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્ન કર્યા હતા અને 6 નવેમ્બર વર્ષ 2022ના રોજ દીકરી રાહાનો જન્મ થયો.
‘લવ એન્ડ વોર’માં જોવા મળશે આલિયા અને રણબીર
આ વર્ષે રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ દિવાળી વર્ષ 2026માં રિલીઝ થવાની છે. આ સિવાય સંજય લીલા ભણસાલી નિર્દેશિત ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં પણ કામ કરી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ પણ સાથે જોવા મળશે. આલિયા ભટ્ટ ‘અલ્ફા’ નામની એક મહિલા પ્રધાન એક્શન ફિલ્મ પર કામ કરી રહી છે. યશ રાજ ફિલ્મ્સની આ ફિલ્મમાં શરવરી વાઘ પણ જોવા મળશે. આ મૂવી 10 જુલાઈ 2026ના રોજ રિલીઝ થશે. આ જાસુસી થ્રિલર ફિલ્મનું નિર્દેશન શિવ રાવેલે કર્યું છે.
આટલું જ નહીં આલિયા ભટ્ટ તેના પતિ રણબીરની સાથે એક સુપરહિટ ફિલ્મ પણ આપી ચૂકી છે. અયાન મુખર્જીએ આ ફિલ્મને ડાયરેક્ટ કરી હતી જેનું નામ બ્રહ્માસ્ત્ર છે. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં આલિયા અને રણબીરની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. આમ, હવે લેટેસ્ટમાં આલિયા અને રણબીર ‘લવ એન્ડ વોર’માં ફરી જોવા મળશે.
Mumbai,Maharashtra

