US Iran Discuss Fail Purpose: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા લગભગ 21 કલાક સુધી ચાલી હતી. જો કે, તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું અને યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ મંત્રણા પછી અમેરિકા જવા રવાના થયા હતા. તેમણે કહ્યું કે, ઈરાને અમારી શરતો સ્વીકારી ન હતી, જેના બાદ મંત્રણા નિષ્ફળ ગઈ હતી. તો બીજી બાજુ, ઈરાન કહે છે કે હવે બોલ અમેરિકાના ખોળામાં છે. જો કે, બે શરતોને કારણે મંત્રણા નિષ્ફળ ગઈ હતી.
પ્રથમ કારણ
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું કે ઈરાને પરમાણુ હથિયાર ન બનાવવા સહિતની અમેરિકાની શરતો ન માનવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, આપણે એક દ્રઢ પ્રતિબદ્ધતા જોવાની જરૂર છે કે તેઓ (ઈરાન) પરમાણુ હથિયારો બનાવશે નહીં.” ઉપરાંત તેઓ એવી પદ્ધતિઓ અપનાવશે નહીં જેના દ્વારા તેઓ ઝડપથી પરમાણુ હથિયારો બનાવી શકે. તે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મુખ્ય લક્ષ્ય છે અને તે જ અમે આ મંત્રણા દ્વારા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે. ”
બીજું કાણ
ઇરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, અમેરિકાની ઘણી માંગણીઓ સમજૂતી પર પહોંચવામાં અવરોધરૂપ છે. ઈરાની મીડિયાએ જણાવ્યું હતું કે ઘણા મુદ્દાઓ પર સમજૂતી થઈ છે, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ અને ઈરાનનો પરમાણુ કાર્યક્રમ મુખ્ય મતભેદો હતા. ઉપરાંત વેન્સે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાનો ઉલ્લેખ કર્યો ન હતો.
પાકિસ્તાનના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ” આ મંત્રણા દરમિયાન, બંને પક્ષોથી મૂડ બદલાયા હતા અને તાપમાન વધ્યું અને નીચે ગયું હતું. ”
આ મંત્રણા શરૂ થાય તે પહેલા, ઇરાનના એક વરિષ્ઠ સૂત્રએ રોઇટર્સને જણાવ્યું હતું કે યુએસ કતાર અને અન્ય વિદેશી બેંકોમાં ફ્રિઝ એસેટ્સ મુક્ત કરવા સંમત થયા છે. અમેરિકાના એક અધિકારીએ એસેટ્સ મુક્ત કરવા માટે સંમત થવાનો ઇનકાર કર્યો હતો.
ઇરાનના સરકારી ટીવી અને અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિદેશમાં સંપત્તિ મુક્ત કરવા ઉપરાંત, ઇરાન હોર્મુઝ સ્ટ્રેટના નિયંત્રણ, યુદ્ધના નુકસાનની ચુકવણી અને લેબનોન સહિત સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધવિરામની માંગ કરી રહ્યું છે. ઇરાન હોર્મુઝ સ્ટ્રેટ માંથી પસાર થતા જહાજ પાસેથી ટ્રાન્સપોર્ટ ફી પણ વસૂલવા માંગે છે.
આ પ વાંચો | અમેરિકા-ઈરાન સીઝફાયર પછી હોર્મુઝ પાર કરી આવી રહ્યું છે ‘જગ વિક્રમ’, જાણો કેટલા ટન LPG છે?
જેડી વેન્સે ઇસ્લામાબાદ મંત્રણાને નિષ્ફળ ગણાવી
અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે કહ્યું કે, બંને દેશો વચ્ચે ઘણી લાંબી મંત્રણા થઈ હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ આવી શક્યું નથી, તેથી અમેરિકાની ટીમ હવે પરત ફરી રહી છે. જેડી વાન્સે સ્પષ્ટ કહ્યું હતું કે ઈરાને અમેરિકાની શરતો સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો, જેના કારણે સમજૂતી થઈ શકી નથી. જેડી વાન્સે એમ પણ કહ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયામાં પાકિસ્તાનનો કોઈ દોષ નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાને બંને દેશો વચ્ચેનું અંતર ઘટાડવા અને મંત્રણાને સફળ બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો.
