UGC Pretend College Listing: યુજીસી દ્વારા દેશની 32 બોગસ યુનિવર્સિટીની યાદી જાહેર, સૌથી વધુ દિલ્હીમાં

UGC Pretend College Listing: યુજીસી દ્વારા દેશની 32 બોગસ યુનિવર્સિટીની યાદી જાહેર, સૌથી વધુ દિલ્હીમાં

રાષ્ટ્રીય NATIONAL
Spread the love



UGC Pretend College Listing 2026: ગુજરાતમાં આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. તેના 1 કે બે મહિના બા યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. આ પહેલા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ દેશભરમાં ધમધમી રહેલી નકલી યુનિવર્સિટીઓની અપડેટ યાદી (UGC Pretend College Listing 2026) જાહેર કરી છે. આ યાદીમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલતી કુલ 32 બોગસ યુનિવર્સિટીની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૌથી વધુ 12 શૈક્ષણિક સંસ્થાઓ દેશની રાજધાની દિલ્હીની છે.

બોગસ યુનિવર્સિટીની ડિગ્રી માન્ય રહેશે નહીં

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી સંસ્થા યુજીસી દ્વારા નકલી યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને કડક ચેતવણી પણ આપી છે. યુજીસીએ કહ્યું છે કે આ સંસ્થાઓમાંથી મેળવેલી ડિગ્રી માન્ય રહેશે નહીં. આ સંસ્થાઓની ડિગ્રીનો ઉપયોગ નોકરીઓ, સરકારી સેવાઓ અથવા ઉચ્ચ શિક્ષણ કાર્યક્રમોમાં પ્રવેશ માટે કરી શકાશે નહીં.

UGC બોગસ યુનિવર્સિટીની યાદી 2026

ક્રમ યુનિવર્સિટીનું નામ રાજ્ય
1 ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એન્ડ ફિઝિકલ હેલ્થ સાયન્સિસ (AIPHS) સ્ટેટ ગવર્મેન્ટ યુનિવર્સિટી દિલ્હી
2 કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ દરિયાગંજ, દિલ્હી
3 યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી દિલ્હી
4 વોકેશનલ યુનિવર્સિટી દિલ્હી
5 ADR સેન્ટ્રિક કેન્દ્રિત જ્યૂરિડિકલ યુનિવર્સિટી 25 રાજેન્દ્ર પ્લેસ, નવી દિલ્હી
6 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ નવી દિલ્હી
7 વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ દિલ્હી
8 આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય રોહિણી, દિલ્હી
9 વર્લ્ડ પીસ ઓફ યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી (WPUNU) પીથમપુરા, નવી દિલ્હી
10 ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ કોટલા મુબારકપુર, દિલ્હી
11 ગાંધી હિન્દી વિદ્યાપીઠ પ્રયાગરાજ (અલ્હાબાદ), ઉત્તર પ્રદેશ
12 નેતાજી સુભાષચંદ્ર બોઝ યુનિવર્સિટી (ઓપન યુનિવર્સિટી) અલીગઢ, ઉત્તર પ્રદેશ
13 ભારતીય શિક્ષણ પરિષદ લખનઉ, ઉત્તર પ્રદેશ
14 મહામાયા ટેકનિકલ યુનિવર્સિટી સેક્ટર 110, નોઈડા
15 મેજિક એન્ડ આર્ટ યુનિવર્સિટી ફરીદાબાદ, હરિયાણા
16 રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ  અલવર, રાજસ્થાન
17 દક્ષ વિશ્વવિદ્યાલય (વ્યાવસાયિક અને જીવન કૌશલ્ય શિક્ષણ)  રાંચી, ઝારખંડ
18 ક્રાઇસ્ટ ન્યૂ ટેસ્ટામેન્ટ ડીમ્ડ યુનિવર્સિટી આંધ્રપ્રદેશ
19 બાઇબલ ઓપન યુનિવર્સિટી ઓફ ઈન્ડિયા આંધ્રપ્રદેશ
20 ભારતીય વૈકલ્પિક ચિકિત્સા સંસ્થાન અરુણાચલ પ્રદેશ
21 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન કોલકાતા
22 ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન એન્ડ રિસર્ચ   પશ્ચિમ બંગાળ
23 રાજા અરબી યુનિવર્સિટી નાગપુર, મહારાષ્ટ્ર
24 શ્રી બોધિ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન પુંડુચેરી
25 બડગાંવવી ગવર્નમેન્ટ વર્લ્ડ ઓપન યુનિવર્સિટી એજ્યુકેશન સોસાયટી બેલગામ (કર્ણાટક)
26 ઉષા લચુમનન કોલેજ ઓફ એજ્યુકેશન પુંડુચેરી
27 સર્વ ભારતીય શિક્ષા પીઠ વિજય નગર, કર્ણાટક
28 ગ્લોબલ હ્યુમન પીશ યુનિવર્સિટી બેંગ્લોર, કર્ણાટક
29 ઇન્ટરનેશનલ ઇસ્લામિક યુનિવર્સિટી ઓફ પ્રોફેટિક મેડિસિન કોઝિકોડ, કેરળ
30 સેન્ટ. જોહ્ન યુનિવર્સિટી કિશનટ્ટમ, કેરળ
31 રાજા અરેબિક યુનિવર્સિટી નાગપુર, મહારાષ્ટ્ર
32 નેશનલ બેકવર્ડ કૃષિ યુનિવર્સિટી સોલાપુર, મહારાષ્ટ્ર

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *