Final Up to date:
‘ધ કેરળ સ્ટોરી 2’ ને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. બીજા શનિવારે ફિલ્મના કલેક્શનમાં સારો એવો ગ્રોથ જોવા મળ્યો. તો જાણો અત્યાર સુધીના ટોટલ કલેક્શન વિશે.
‘ધ કેરળ સ્ટોરી 2’ રિલીઝ થઈ એ પહેલાંથી જ અનેક વાતોને લઈને ચર્ચામાં છે. ફિલ્મ તેના કન્ટેન્ટને કારણે અનેક વિવાદોમાં રહી છે. જોકે શરૂઆતમાં ‘ધ કેરળ સ્ટોરી 2’ ને ઠીકઠાક રિવ્યૂ મળ્યા હતા. આટલું જ નહીં, બોક્સ ઓફિસ પર પણ ઓછું કલેક્શન કર્યું હતું. પરંતુ હવે કલેક્શનમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. તો જાણો ‘ધ કેરળ સ્ટોરી 2’ ના ટોટલ કલેક્શન વિશે.
‘ધ કેરળ સ્ટોરી 2’ એ કેટલું કલેક્શન કર્યું?
Sacnilk અનુસાર ‘ધ કેરળ સ્ટોરી 2’ એ બીજા શનિવારે 3.75 કરોડનું કલેક્શન કર્યું. ફિલ્મએ નવમા દિવસે 3.75 કરોડની કમાણી કરી છે. ફિલ્મનું અત્યાર સુધીનું ટોટલ કલેક્શન 29.40 કરોડ થયું છે. ફિલ્મને નવમા દિવસે 15.13% ઓક્યુપેન્સી મળી છે. મોર્નિંગ શોમાં ફિલ્મને 8.03%, બપોરના શોમાં 14.24%, સાંજના શોમાં 14.82% અને રાત્રિના શોમાં 23.44% ની ઓક્યુપેન્સી મળી છે.
જાણો ડે વાઇઝ કલેક્શન વિશે
આમ, તમને જણાવી દઈએ કે, ‘ધ કેરળ સ્ટોરી 2’ એ માત્ર 75 લાખથી ઓપનિંગ કર્યું હતું. બીજા દિવસની કમાણીમાં 520 ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો. ફિલ્મે 4.65 કરોડનું કલેક્શન કર્યું. ત્રીજા દિવસે 4.75 કરોડ, ચોથા દિવસે 2.5 કરોડ, પાંચમા દિવસે 4 કરોડ, છઠ્ઠા દિવસે 3.5 કરોડ, સાતમા દિવસે 2.75 કરોડની કમાણી કરી હતી. આમ, પહેલા અઠવાડિયામાં ‘ધ કેરળ સ્ટોરી 2’ એ 22.9 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે આઠમા દિવસે 2.75 કરોડની કમાણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં જ્યારે ધ કેરળ સ્ટોરી ફિલ્મ રિલીઝ થઈ હતી, ત્યારે તે ફિલ્મ પણ ઘણી વિવાદોમાં રહી હતી. ફિલ્મમાં લવ જેહાદનો મુદ્દો દર્શાવવામાં આવ્યો હતો. સીક્વલમાં તે જ મુદ્દો દર્શાવવામાં આવ્યો છે. ધ કેરળ સ્ટોરી 2 ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી તે ઘણી ચર્ચામાં છે. પ્રોડ્યુસરનું કહેવું છે કે ફિલ્મ સત્ય ઘટનાઓ પર પ્રેરિત છે અને સમાજમાં જાગૃતિ લાવવા જરૂરી છે.
વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત અને કામાખ્યા નારાયણ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 27 ફેબ્રુઆરી વર્ષ 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ. ફિલ્મમાં ઉલ્કા ગુપ્તા, અદિતિ ભાટિયા, ઐશ્વર્યા ઓઝા, સુમિત ગહલાવત અને અર્જૂન સિંહ જેવા અનેક સિતારાઓ મહત્વની ભૂમિકામાં છે.
Mumbai,Maharashtra

