પોરબંદર: ભારત અને શ્રીલંકામાં ચાલી રહેલા ટી20 વર્લ્ડ કપની ચારે તરફ ચર્ચામાં છે, ટી20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો મેદાનમાં ઉતરી છે, જેમાં એશિયાની ઘણી નાની ટીમો રમી રહી છે, આ ટીમો એવી છે કે જેમાં પણ ભારતીય મૂળના ખેલાડીઓ રમી રહ્યા છે. ટી20 વર્લ્ડ કપમાં ભારત સિવાયની ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા સહિત અમેરિકા, કેનેડા, ઓમાન જેવી નાની ટીમો એવી છે કે જેમાં કુલ ભારતીય મૂળના 40 જેટલા ખેલાડીઓ રમી રહ્યા છે. જેમાંથી એક ટીમ ઓમાન છે જેમાં એક ભારતીય મૂળનો અને ગુજરાતી ક્રિકેટર રમી રહ્યો છે. જય ઓડેદરા નામનો પોરબંદરનો ક્રિકેટર ઓમાનની ઈન્ટરનેશનલ ટીમમાં રમી રહ્યો છે જેને શ્રીલંકા સામેની પલ્લેકેલેમાં રમાયેલી મેચમાં તક આપવામાં આવી હતી. જયના પોરબંદરમાં રહેતા માતા સહિત પરિવારના સભ્યોમાં આનંદની લાગણી છવાયેલી જોવા મળી હતી. પરિવારે સાથે બેસીને જયની મેચ પણ જોઈ હતી.

