RCB vs CSK IPL 2026: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રવિવારે સાંજે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતેની મેચમાં આરસીબીના બેટ્સમેન છવાઇ ગયા. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ હોમ ગ્રાઉન્ડ પર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના બોલરોની જોરદાર ધોલાઈ કરતા 20 ઓવરમાં 3 વિકેટ પર 250 રનનો વિશાળ સ્કોર બનાવી ચેન્નાઈને જીત માટે 251 રનનો ટારગેટ આપ્યો હતો. જોકે આરસીબીની ઘાતક બોલિંગ સામે સીએસકેના બેટ્સમેન લાંબી ઇનિંગ રમી શક્યા ન હતા.
CSK સ્કોરકાર્ડ: 207 રનમાં ઓલઆઉટ
ચેન્નાઈ સુપર કિંગ્સ શરુઆતથી ચિંતાજનક સ્થિતિમાં મુકાયું હતું. જોકે મિડલ ઓવરમાં સરફરાજ ખાન, જેમી ઓવર્ટન અને પ્રશાંત વીરે ટીમ માટે સારી બેટીંગ કરી હતી. જોકે છેલ્લી ઓવરમાં ટીમ ઓલ આઉટ થતાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ નો 43 રનથી વિજય થયો.
- સંજુ સેમસન : 5 બોલ 9 રન (1 સિક્સ)
- ઋતુરાજ ગાયકવાડ : 3 બોલ 7 રન (1 સિક્સ)
- આયુષ મ્હાત્રે : 3 બોલ 1 રન
- સરફરાજ ખાન : 25 બોલ 50 રન (8 ફોર, 2 સિક્સ)
- કાર્તિક શર્મા : 3 બોલ 6 રન (1 સિક્સ)
- શિવમ દૂબે : 13 બોલ 18 રન (2 ફોર, 1 સિક્સ)
- પ્રશાંત વીર : 29 બોલ 43 રન (6 ફોર, 1 સિક્સ)
- જેમી ઓવર્ટન : 16 બોલ 37 રન (4 ફોર, 2 સિક્સ)
- અંશૂલ કમ્બોજ : 12 બોલ 19 રન અણનમ (1 ફોર, 1 સિક્સ)
- નૂર અહેમદ : 8 બોલ 8 રન (1 સિક્સ)
- મેટ હેનરી : 3 બોલ 2 રન
વિરાટ કોહલી અને ફિલ સોલ્ટની મજબૂત શરુઆત
ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. વિરાટ કોહલી (18 બોલમાં 28 રન) અને ફિલ સોલ્ટ (30 બોલમાં 46 રન) એ મજબૂત શરૂઆત અપાવી હતી. જોકે, કોહલી આઉટ થયા બાદ દેવદત્ત પડિક્કલે મોરચો સંભાળ્યો હતો. પડિક્કલે માત્ર 29 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 50 રન ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી.
ટિમ ડેવિડ અને રજત પાટીદારનો પાવર શો
મેચનો અસલી રોમાંચ મધ્ય ઓવરો બાદ શરૂ થયો હતો. કેપ્ટન રજત પાટીદારે માત્ર 19 બોલમાં 48 રન (6 છગ્ગા) ઝૂડી કાઢ્યા હતા. પરંતુ સૌથી વધુ આક્રમક ટિમ ડેવિડ રહ્યો હતો. ડેવિડે માત્ર 25 બોલ રમીને 70 રન ફટકાર્યા હતા, જેમાં 8 ગગનચુંબી છગ્ગા અને 3 ચોગ્ગાનો સમાવેશ થાય છે. જેમી ઓવરટનની એક જ ઓવરમાં ડેવિડે 30 રન ફટકાર્યા હતા.
ચેન્નાઈના બોલરોનો સંઘર્ષ
ચેન્નાઈ માટે ખલીલ અહમદ (4 ઓવરમાં 37 રન) અને અંશુલ કંબોજ (4 ઓવરમાં 52 રન) ખૂબ મોંઘા સાબિત થયા હતા. શિવમ દુબે, જેમી ઓવરટન અને અંશુલ કંબોજને 1-1 વિકેટ મળી હતી, પરંતુ તેઓ રન ગતિ રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. નૂર અહમદે 4 ઓવરમાં 49 રન આપ્યા હતા.
આ પણ વાંચો । લખનૌએ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું
એક ઈનિંગમાં 19 છગ્ગા
RCB એ છેલ્લી 5 ઓવરમાં આક્રમક રમત બતાવીને સ્કોર 200 થી 250 સુધી પહોંચાડ્યો હતો. ચિન્નાસ્વામીની નાની બાઉન્ડ્રીનો ભરપૂર ફાયદો ઉઠાવીને બેંગલુરુના બેટ્સમેનોએ કુલ 19 છગ્ગા ફટકાર્યા હતા.
