સંચાર સાથી સરકારી પોર્ટલ લોકો માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. આ પોર્ટલ દ્વારા, તમે ખોવાયેલા અથવા ચોરાયેલા ફોનને પણ બ્લોક કરી શકો છો. આ ઉપરાંત, તમે ભારતીય નંબર પરથી આવતા વિદેશી કોલ્સનો પણ રિપોર્ટ કરી શકો છો. ઉપરાંત, તમે કોઈપણ છેતરપિંડીની રિપોર્ટ કરી શકો છો. એટલું જ નહીં, આ પોર્ટલ તમને એવી સુવિધા પણ આપે છે કે તમે ફક્ત તમારો મોબાઇલ નંબર દાખલ કરીને જોઈ શકો છો કે તમારા નામે કેટલા સિમ કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે.