Final Up to date:
ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર હાલમાં સાઉથની આ મૂવી ધૂમ મચાવી રહી છે. છેલ્લાં બે અઠવાડિયાથી આ કોમેડી ડ્રામા નેટફ્લિક્સ પર સતત ટ્રેન્ડ કરી રહી છે.
ઓટીટી પર દર અઠવાડિયે અનેક નવી ફિલ્મો અને સિરીઝ રિલીઝ થવાની છે, જેમાં કેટલીક એવી ફિલ્મો હોય છે જેને સિનેમાઘરોમાં લોકોનો અઢળક પ્રેમ મળે છે. જો કે આવી જ એક ફિલ્મ છે જે ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવે છે. આ એક તેલુગુ ફિલ્મ છે જે હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. આ સાઉથ ફિલ્મમાં નવીન પોલીશેટ્ટી અને મીનાક્ષી ચૌધરી લીડ રોલમાં છે. આ મૂવી 14 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારે આ મૂવીને જોરદાર રિસ્પોન્સ મળ્યો અને હવે ઓટીટી પર પણ ધૂમ મચાવે છે.
નેટફ્લિક્સ પર બીજા નંબર પર કરી રહી છે ટ્રેન્ડ
નવીન પોલીશેટ્ટી અને મીનાક્ષી ચૌધરી સ્ટારર આ ફિલ્મનું નામ અનગનગા ઓકા રાજૂ છે, જેનો હિન્દીમાં અર્થ છે એક થા રાજૂ. ફિલ્મ 14 જાન્યુઆરી સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. થિયેટર પછી આ મૂવી ફેબ્રુઆરીમાં નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે અને છેલ્લાં બે અઠવાડિયાથી સતત નેટફ્લિક્સ પર ટ્રેન્ડિંગમાં છે. જો કે આ ફિલ્મ નેટફ્લિક્સ ઇન્ડિયામાં બીજા નંબર પર ટ્રેન્ડ કરી રહી છે, જ્યારે પહેલાં નંબર પર હાલમાં પણ રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’નો દબદબો છે.
જાણો ફિલ્મની કહાની વિશે
અનગનગા ઓકા રાજૂ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે, જેની કહાની આળસુ અને ચાલાક રાજુ નામનાં છોકરાની આસપાસ ફરે છે. રાજુ એક અમીર પરિવારમાંથી આવતો હતો પરંતુ હવે તે બધું ખોઈ ચૂક્યો છે. લાઇફ સ્ટાઇલ જાળવી રાખવા માટે રાજૂ એક અમીર છોકરી સાથે લગ્ન કરવાનો પ્લાન કરે છે. પરંતુ આ દાવ ખોટો પડે છે અને ત્યારબાદ ફિલ્મમાં ખૂબ ઉથલપાથલ મચી જાય છે.
થિયેટરમાં બ્લોકબસ્ટર સાબિત થઈ હતી ફિલ્મ
સિનેમાઘરોમાં અનગનગા ઓકા રાજૂ 14 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ હતી. 8 કરોડ બજેટમાં બનેલી આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધારે કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા. જ્યારે 11 ફેબ્રુઆરીના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. જો કે આ મૂવી નેટફ્લિક્સ પર ટ્રેન્ડ કરી રહી છે.
Mumbai,Maharashtra

