29 મેના એક્સપાયરીવાળા ઓપ્શન ચેન પર નજર કરીએ તો 24,750 CEમાં 56percentનો ઘટાડો અને 25,000 CEમાં 70percentથી વધુનો ઘટાડો નોંધાયો છે, જે શોર્ટ કવરિંગનો સ્પષ્ટ સંકેત આપે છે. આનો અર્થ એ છે કે બજારમાં ઉપર તરફ તીવ્ર મૂવમેન્ટ શક્ય છે. બીજી તરફ, 24,750 PEમાં 151percentની વૃદ્ધિ જોવા મળી છે, જે નીચેના લેવલે મજબૂત સપોર્ટ સાબિત થઈ શકે છે. આ આધારે નિફ્ટી માટે 24,750–24,800નો ઝોન સપોર્ટ અને 25,000–25,050નો ઝોન રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરશે.