Nail Artwork: બ્રશ નહીં, નખથી બને છે ચિત્ર, કમલભાઈ ભટ્ટની દુર્લભ કળાની અદભૂત દુનિયા

Nail Artwork: બ્રશ નહીં, નખથી બને છે ચિત્ર, કમલભાઈ ભટ્ટની દુર્લભ કળાની અદભૂત દુનિયા

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

Rajkot Information: જ્યારે કલા અને ટેક્નોલોજી એકબીજામાં ભળી રહી છે, ત્યારે રાજકોટના કમલભાઈ ભટ્ટ માનવીની કુશળતા અને ધીરજથી જન્મેલી એક દુર્લભ કળા ‘નખ ચિત્ર કળા’ને જીવંત રાખી રહ્યા છે. માત્ર નખ દ્વારા ચિત્ર બનાવીને લોકોમાં આશ્ચર્ય જગાવનાર કમલભાઈ છેલ્લા બે દાયકાથી આ અનોખી કળાને પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. તેમની કળા આજે પરંપરા, સર્જનાત્મકતા અને સંકલ્પનું સુંદર ઉદાહરણ બની છે.

+

કમલભાઈ

કમલભાઈ ભટ્ટ નખથી ચિત્રો બનાવે

રાજકોટ: આજના સમયમાં જ્યાં દરેક કળા ટેક્નોલોજી સાથે જોડાઈ રહી છે, ત્યાં કેટલીક એવી અનોખી કળાઓ પણ છે જે માનવીની કુશળતા, ધીરજ અને સર્જનાત્મકતાનું ઉત્તમ ઉદાહરણ બને છે. આવી જ એક દુર્લભ અને વિશિષ્ટ કળા એટલે નખ ચિત્ર કળા. આ કળાને જીવન આપનાર અને ગુજરાતમાં પોતાની અલગ ઓળખ ઉભી કરનાર કલાકાર છે કમલભાઈ ભટ્ટ. નખ દ્વારા પેઈન્ટિંગ બનાવીને લોકોમાં આશ્ચર્ય જગાવનાર કમલભાઈ છેલ્લા બે દાયકાથી આ કળાને જીવંત રાખી રહ્યા છે.

કમલભાઈ ભટ્ટ કહે છે કે તેઓ નેઈલ પેઈન્ટિંગ કરે છે અને આ કળા માત્ર શોખ નહીં પરંતુ તેમની ઓળખ બની ગઈ છે. તેઓ શાળા અને કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને નેઈલ આર્ટ શીખવાડે છે. આજની યુવા પેઢી નવી-નવી કળાઓ શીખવામાં રસ લે છે ત્યારે કમલભાઈ તેમને પરંપરાગત અને અનોખી કળા સાથે જોડવાનો પ્રયાસ કરે છે. તેમના મતે, નખ ચિત્ર કળા એક એવી કળા છે જેમાં ધીરજ, એકાગ્રતા અને કલ્પનાશક્તિ સૌથી વધુ જરૂરી છે.

કમલભાઈ નેઈલ આર્ટમાં વિવિધ પ્રકારની રચનાઓ બનાવે છે. તેઓ નખ દ્વારા ગણેશજી, રાધા-કૃષ્ણ જેવા ધાર્મિક ચિત્રો બનાવે છે, તો બીજી તરફ મોડર્ન આર્ટ, ફ્લાવર આર્ટ અને નેચરલ સીન જેવી આધુનિક અને પ્રાકૃતિક થીમ પણ રજૂ કરે છે. નખ જેટલી નાની સપાટી પર આટલી બારીક અને જીવંત રચના ઉભી કરવી સહેલી બાબત નથી, પરંતુ કમલભાઈની વર્ષોની મહેનત અને અનુભવના કારણે આ શક્ય બન્યું છે. આર્ટ સાથે સાથે કમલભાઈ બર્થડે કે લગ્ન જેવા પ્રસંગોમાં ભેટ આપવા માટે ખાસ પ્રકારના કાર્ડ્સ પણ બનાવી આપે છે. આ કાર્ડ્સ સંપૂર્ણ રીતે હેન્ડમેઈડ હોય છે અને તેમાં પણ તેમની કલાત્મકતા સ્પષ્ટ દેખાય છે. તેઓ માને છે કે ભેટમાં આપેલી વસ્તુમાં લાગણી જોડાયેલી હોવી જોઈએ અને હાથે બનાવેલી વસ્તુ એ લાગણીને વધુ મજબૂત બનાવે છે.

નેઈલ આર્ટ કમલભાઈએ તેમના પિતા પાસેથી શીખી છે. તેમના પિતા પણ આ કળા સાથે જોડાયેલા હતા અને બાળપણથી જ કમલભાઈએ આ કળાને નજીકથી જોઈ અને શીખી. છેલ્લા 20 વર્ષથી કમલભાઈ આ આર્ટ સાથે સંકળાયેલા છે અને આજે તેઓ આ ક્ષેત્રમાં એક ઓળખાયેલું નામ છે. સરકાર તરફથી પણ તેમને સારું એવું પ્રોત્સાહન મળ્યું છે, જેનાથી તેઓ વધુ ઉત્સાહ સાથે પોતાની કળાને આગળ વધારી રહ્યા છે. કમલભાઈ નેઈલ આર્ટ ક્ષેત્રમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. બ્રહ્મ સમાજ દ્વારા તેમને બ્રહ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજસ્થાન સરકાર દ્વારા પણ તેમને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. આ તમામ સન્માનો તેમના માટે માત્ર પુરસ્કાર નહીં પરંતુ તેમની મહેનત અને પ્રતિબદ્ધતાની ઓળખ છે.

આ પણ વાંચો: 2 વર્ષમાં દારૂથી 5 લોકોના મોત! પાંછા ગામમાં દારૂ સામે કડક અમલવારી, પીનારને પાંજરામાં કરાશે કેદ

આ કળાને નખ ચિત્ર કળા કહેવામાં આવે છે કારણ કે આ આર્ટમાં બધું નખ દ્વારા જ કરવામાં આવે છે. આપણા ગુજરાતમાં માત્ર ચારથી પાંચ લોકો જ એવા છે કે જેઓ આ નખ કળા જાણે છે. કમલભાઈ લાઈવ ડેમો માત્ર 50 સેકન્ડમાં આપી શકે છે, જે લોકો માટે ખૂબ આકર્ષક બની રહે છે. નખ કળા દ્વારા બનાવવામાં આવતા પેઈન્ટિંગમાં ક્યારેક અડધો કલાક તો ક્યારેક 8 કલાક જેટલો સમય પણ લાગી જાય છે. છતાં પણ કમલભાઈ માટે આ કળા થાક નહીં પરંતુ આનંદ આપે છે અને તેઓ આ અનોખી કળાને આવનારી પેઢી સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *