વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચાઈનીઝ ફૂડ ખાવનું પસંદ હોય છે. ત્યારે આજે મંનચાવ સૂપ કેવી રીતે ઘરે સરળતાથી બનાવાય તે જણાવીશું.
ઘરે ગરમા ગરમ મંનચાવ સૂપ બનાવવા માટે લસણ, આદુ, ડુંગળી, કેપ્સીકમ, ગાજર, મીઠું, કોબી, સોયા સોસ, ટમેટાની ચટણી, ચિલી સોસ, વિનેગર, પાણી, કાળા મરી પાઉડર, લીલું લસણ, કોથમીરની જરુર પડશે.
ઘરે વેજ મનચાઉ સૂપ બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરવા મુકો. તેમાં લસણ, આદુ, લીલા મરચાં સહિત તમને ભાવતા અન્ય લીલા શાકભાજી પણ બારીક કાપીને ઉમેરો.
તમામ શાકભાજીને 3-4 ફ્રાય થાય એટલે તેમાં પાણી નાખી ઉકળવા દો. હવે તેમાં ચીલી સોસ અને સોયા સોસ નાખીને મિક્સ કરો. હવે થોડીવાર પછી મીઠું અને કાળા મરી નાખી બરાબર મિક્સ કરો.
ત્યારબાદ એક બાઉલમાં કોર્ન ફ્લોરને પાણીમાં મિક્સ કરો. કોર્ન ફ્લોર ઓગળી જાય ત્યારે તેને સૂપમાં ઉમેરી ધીમી આંચ પર પકાવો. હવે સૂપને તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો.