Mahashivratri 2026: શુભ યોગમાં આજે મહાશિવરાત્રી, શિવને પ્રસન્ન કરવા આ રીતે કરો પૂજા, જાણો ચાર પ્રહર પૂજા મુહૂર્ત, મંત્ર અને આરતી

Mahashivratri 2026: શુભ યોગમાં આજે મહાશિવરાત્રી, શિવને પ્રસન્ન કરવા આ રીતે કરો પૂજા, જાણો ચાર પ્રહર પૂજા મુહૂર્ત, મંત્ર અને આરતી

બિઝનેસ BUSINESS
Spread the love


મહાશિવરાત્રિ તિથિ

ચતુર્દશી તિથિ શરૂ – 15 ફેબ્રુઆરી, સાંજે 5:04 વાગ્યાથી

ચતુર્દશી તિથિ પૂર્ણ – 16 ફેબ્રુઆરી, સાંજે 5:34 વાગ્યા સુધી, આથી મહાશિવરાત્રીનો તહેવાર 15 ફેબ્રુઆરી, રવિવારના રોજ ઉજવાશે.

મહાશિવરાત્રિ ચાર પ્રહર પૂજા શુભ મુહૂર્ત

પ્રથમ પ્રહર: સાંજે 6:39 થી 9:45 સુધી

બીજો પ્રહર: રાત્રે 9:45 થી 12:52 સુધી

ત્રીજો પ્રહર: રાત્રે 12:52 થી 3:59 સુધી

ચોથો પ્રહર: સવારે 3:59 થી 7:06 સુધી

મહાશિવરાત્રિ પર જળાભિષેકના શુભ મુહૂર્ત

– બ્રહ્મ મુહૂર્ત: 5:17 AM થી 6:08 AM – અભિજિત મુહૂર્ત: 12:13 PM થી 12:58 PM – વિજય મુહૂર્ત: 2:27 PM થી 3:12 PM – ગોધૂળી મુહૂર્ત: 6:09 PM થી 6:34 PM – નિશિતા મુહૂર્ત: 12:09 AM થી 1:01 AM (16 ફેબ્રુઆરી)

મહાશિવરાત્રિ 2026ના શુભ યોગ

આજે મહાશિવરાત્રિ પર સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, જે સવારે 7:00 વાગ્યાથી 7:48 સુધી રહેશે. સાથે જ, આજે કુંભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ ગ્રહો હોવાથી ચતુર્ગ્રહી યોગ, બુધાદિત્ય યોગ, શુક્રાદિત્ય યોગ સહિત અનેક શુભ યોગ બની રહ્યા છે, જેના કારણે આજનો દિવસ વધુ મહત્વપૂર્ણ બની ગયો છે.

મહાશિવરાત્રિ 2026 પૂજા વિધિ

– મહાશિવરાત્રિના દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરો અને વ્રતનો સંકલ્પ લો. – ઘરમાં કે મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરો અને પૂજા શરૂ કરો. – સૌપ્રથમ ભગવાન શિવને ગંગાજળ અને શુદ્ધ જળથી સ્નાન કરાવો. – પછી દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી પંચામૃત અભિષેક કરો. – અભિષેક પછી શિવલિંગ પર બિલિપત્ર, સફેદ ફૂલ, ચંદન, અક્ષત અને ધતૂરા ચઢાવો. – દીવો અને ધૂપ પ્રગટાવી આરતી કરો અને શિવ મંત્રોનો જાપ કરો. – માન્યતા છે કે રાત્રે ચાર પ્રહરની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. – ભક્તો આખી રાત ભજન-કીર્તન અને શિવ મંત્રોના જાપમાં લીન રહે છે.

શિવજીના મંત્રો

– ૐ નમઃ શિવાય

– ૐ શ્રાં શ્રીં શ્રૌં સઃ સોમાય નમઃ

– ૐ ઐં હ્રીં શિવ-ગૌરીમય-હ્રીં ઐં ૐ

– ૐ નમો ધનદાય સ્વાહા

શિવજી રુદ્ર મંત્ર

ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ્. ઉર્વારુકમિવ બંધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત્.

શિવજીની આરતી ‘ૐ જય શિવ ઓંકારા’

ૐ જય શિવ ઓંકારા, સ્વામી જય શિવ ઓંકારા. બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, અર્ધાંગી ધારા. ૐ જય શિવ ઓંકારા.

એકાનન ચતુરાનન પંચાનન રાજે. હંસાસન ગરુડાસન વૃષવાહન સાજે. ૐ જય શિવ ઓંકારા.

દો ભુજ ચાર ચતુર્ભુજ દશભુજ અતિ સોહે. ત્રિગુણ રૂપ નિરખત ત્રિભુવન જન મોહે. ૐ જય શિવ ઓંકારા.

અક્ષમાલા વનમાલા મુંડમાલાધારી. ત્રિપુરારી કન્સારી કર માલા ધારી. ૐ જય શિવ ઓંકારા.

શ્વેતાંબર પીતાંબર બાઘંબર અંગે. સનકાદિક ગરુડાદિક ભૂતાદિક સંગે. ૐ જય શિવ ઓંકારા.

કર કે મધ્ય કમંડલ ચક્ર ત્રિશૂલધારી. જગકર્તા જગભર્તા જગસંહારકર્તા. ૐ જય શિવ ઓંકારા.

બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જાણત અવિવેકા. પ્રણવાક્ષર કે મધ્યે યે ત્રણે એકા. ૐ જય શિવ ઓંકારા.

પર્વત સોહે પાર્વતી, શંકર કૈલાસા. ભાંગ ધતૂરેનું ભોજન, ભસ્મી માં વસા. ૐ જય શિવ ઓંકારા.

જટામાં ગંગા વહે છે, ગળે મુંડન માળા. શેષનાગ લિપટાવત, ઓઢત મૃગછાલા. ૐ જય શિવ ઓંકારા.

કાશી માં વિરાજે વિશ્વનાથ, નંદી બ્રહ્મચારી. નિત ઉઠ દર્શન પાવત, મહિમા અતિ ભારે. ૐ જય શિવ ઓંકારા.

ત્રિગુણસ્વામીજીની આરતી જે કોઈ નર ગાવે. કહે શિવાનંદ સ્વામી, મનવાંછિત ફળ પાવે.

ૐ જય શિવ ઓંકારા. સ્વામી ૐ જય શિવ ઓંકારા.

Disclaimer

(અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. ન્યૂઝ18 ગુજરાતી તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *