LPG Cylinder Reserving Guidelines: એલપીજી ગેસ સિલિન્ડરની અછતથી સામાન્ય લોકોથી લઇ સરકાર પર મુશ્કેલીમાં મુકાઇ છે. રાંધણ ગેસ સિલિન્ડર બુકિંગ માટે નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે શનિવારે (16 માર્ચ) કહ્યું હતું કે તમામ ઘરેલું એલપીજી ગ્રાહકો માટે તેમના આધાર આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન (ઇ-કેવાયસી) પૂર્ણ કરવું ફરજિયાત છે. મંત્રાલયે કહ્યું કે આ વેરિફિકેશન ઘરે બેઠા તમારી ઓઇલ માર્કેટિંગ કંપનીની મોબાઇલ એપ્લિકેશન અને Aadhaar FaceRD એપ્લિકેશન દ્વારા કરી શકાય છે.
આ ઉપરાંત, ગ્રાહકોને કોઈપણ મદદ માટે તેમના એલપીજી વિતરકનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. વધુમાં, એવી પણ સલાહ આપવામાં આવી છે કે, ગ્રાહકોએ મંત્રાલય દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવો જોઇએ.
ભારતમાં એલપીજી સિલિન્ડરની અછત
ઈઝરાયલ ઇરાન યુદ્ધથી પશ્ચિમ એશિયામાં તણાવ સર્જાતા ભારતમાં એલપીજી સિલિન્ડરની અછત સર્જાઇ છે. મધ્ય પૂર્વમાં ઇરાન પર યુએસ અને ઇઝરાયલના હુમલાને કારણે શરૂ થયેલા સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટ માંથી જહાજોની અવરજવર અટકી ગઈ છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/03/13/lpg-gas-cylinder-shortage-2026-03-13-10-02-48.jpg)
આ સામુદ્રધુની વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠા માટે એક મહત્વપૂર્ણ દરિયાઇ માર્ગ છે અને ઈઝરાયલ ઇરાન યુદ્ધ બાદ તેમાથી જહાજોની અવરજવર લગભગ અટકી ગઇ છે. ઈરાને અમેરિકાને પડકાર ફેંક્યો છે કે તે હોર્મુઝ સ્ટ્રેટ માંથી જહાજ પસાર કરીને દેખાડે.
All home #LPG customers are required to finish Biometric Aadhaar Authentication (e-KYC).
Now confirm from the consolation of your house utilizing your Oil Advertising and marketing Firm’s cellular app and Aadhaar FaceRD app. For extra info,
Go to: https://t.co/OOj0dPcuiE
Contact your LPG… pic.twitter.com/GWvIhsjD0m— Ministry of Petroleum and Pure Gasoline #MoPNG (@PetroleumMin) March 15, 2026
દેશની રાજધાની દિલ્હીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 913 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 853 રૂપિયા હતી, એટલે કે 60 રૂપિયાનો વધારો થયો છે. તો 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 115 રૂપિયા વધીને 1,884.50 રૂપિયા થઈ ગઈ છે.
અછતના ડરથી, લોકો ગભરાટમાં એલપીજી ગેસ સિલિન્ડરની ખરીદી કરી રહ્યા છે અને અધિકારીઓ સામે સંગ્રહખોરીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. બેંગલુરુના કેનગરી વિસ્તારમાં પોલીસે એક 30 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે, જેના પર વિવિધ બ્રાન્ડના એલપીજી સિલિન્ડરની સંગ્રહખોરી કરીને ઉંચા ભાવે વેચવાનો આરોપ છે.
દિલ્હીમાં પોલીસે સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે સિલિન્ડર ડેપો પર 24 કલાક પોલીસ કર્મચારીઓ તૈનાત કર્યા છે અને તમામ નિયમિત રજાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.
ગેસ સિલિન્ડર બુકિંગ બાદ કેટલા દિવસમાં મળશે? જાણો
કુકિંગ ગેસ સિલિન્ડરની અછતની ચિંત્તા વચ્ચે સરકાર તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે. એલપીજી સિલિન્ડરની બુકિંગ બાદ કેટલા દિવસમાં સિલિન્ડરની ડિલિવરી થશે તેના વિશે સરકારે સ્પષ્ટતા કરી છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/03/11/lpg-cylinde-without-cooking-tips-2026-03-11-12-22-34.jpg)
LPG સિલિન્ડર વગર ભોજન બનાવવાના 5 વિકલ્પ
ઈઝરાયલ ઈરાન યુદ્ધની આગ ભારતના રસોડા સુધી પહોંચી છે. ક્રૂડ ઓઇળ અને ગેસની સપ્લાય ઘટતા ભારતમાં પણ અછત સર્જાઇ છે. સરકારે એલપીજી ગેસ સિલિન્ડરની સપ્લાય પર કડક નિયંત્રણો લાદયા છે. સ્થિતિમાં લોકો ચિંતિત છે કે, જો ગેસ સિલિન્ડર ખાલી થઇ જાય તો ભોજન કેવી રીતે બનાવવું? આ લેખ તમારી સમસ્યા દૂર કરવામાં મદદ કરશે. અહીં ગેસ સિલિન્ડર વગર ભોજન બનાવવાના 5 વિકલ્પ આપ્યા છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો
