LPGની કમીથી મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈની રેસ્ટોરન્ટ પર સંકટ, 2 દિવસમાં બંધ થવાનો ખતરો

LPGની કમીથી મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈની રેસ્ટોરન્ટ પર સંકટ, 2 દિવસમાં બંધ થવાનો ખતરો

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

ઇન્ડિયા હોટલ્સ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના અધ્યક્ષ વિજય શેટ્ટીએ ચેતવણી આપી છે કે ગેસની કમી સતત વધી રહી છે. તેમણે કહ્યું કે આ જ હાલત રહી તો આગામી બે દિવસમાં મુંબઈની તમામ રેસ્ટોરન્ટ્સને બંધ કરવી પડી શકે છે.

News18
News18

નવી દિલ્હી: મુંબઈમાં LPG સિલિન્ડરની કમીની અસર હવે હોટલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી પર દેખાવા લાગી છે. હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનનો દાવો છે કે જો LPGની સપ્લાય જલદી સામાન્ય નહીં થઈ તો આગામી બે દિવસમાં શહેરની રેસ્ટોરન્ટ બંધ થવાની નોબત આવી શકે છે. કોમર્શિયલ ગેસની સપ્લાય રોકાતાં અને ડિલિવરીમાં મોડું થતાં હાલત બગડતી જાય છે.

ઇન્ડિયા હોટલ્સ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના અધ્યક્ષ વિજય શેટ્ટીએ ચેતવણી આપી છે કે ગેસની કમી સતત વધી રહી છે. તેમણે કહ્યું કે આ જ હાલત રહી તો આગામી બે દિવસમાં મુંબઈની તમામ રેસ્ટોરન્ટ્સને બંધ કરવી પડી શકે છે. અત્યાર સુધી એસોસિએશનના લગભગ 10થી 20 ટકા મેમ્બર્સને ગેસ સપ્લાયમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

વિજય શેટ્ટીનું કહેવું છે કે હવે હાલત ઝડપથી બગડી રહી છે. મંગળવાર સુધી આ સંકટ 60 ટકા રેસ્ટોરન્ટ્સ સુધી પહોંચી શકે છે. તેના બીજા દિવસ સુધી 100 ટકા રેસ્ટોરન્ટ્સ પર અસર પડવાની આશંકા છે. તેમણે જણાવ્યું કે, આ મુદ્દાને લઈ પેટ્રોલિયમ મંત્રીને પત્ર લખ્યો છે. મહારાષ્ટ્રના સિવિલ સપ્લાય મંત્રી છગન ભુજબળ સાથે પણ સંપર્ક કર્યો છે.

મુંબઈમાં રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે તેને કોમર્શિયલ એલપીજી સિલિન્ડર નથી મળી રહ્યા. મુલુંડમાં હોટલ સાગર ચલાવનારી અન્નૂ શેટ્ટીએ જણાવ્યું કે, કેટલીય જગ્યા પર સિલિન્ડરની સપ્લાય અટકી ગઈ છે. જ્યાં મળી રહ્યા છે, ત્યાં પણ ભાવ વધી ગયા છે. તેમણે કહ્યું કે 1750 રૂપિયામાં મળતા કોમર્શિયલ સિલિન્ડર હવે 1950 રૂપિયામાં મળે છે.

સપ્લાય ઘટતાં ભાવ પણ વધી રહ્યા છે. ગેસની અછતની અસર ઘરેલુ વપરાશકર્તાઓ પર પણ જોવા મળી રહી છે. જેમના ઘરમાં બે સિલિન્ડર છે, એ લોકો ઝડપથી રિફિલ બુક કરાવવા લાગ્યા છે. જેના કારણે ડીલર આઉટલેટ્સ પર અફરાતફરીનું વાતાવરણ સર્જાયું છે. ઘરેલુ 14.2 કિલોગ્રામના સિલિન્ડર હાલ ઉપલબ્ધ છે, પણ તેમની ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે.

બુકિંગ કર્યા પછી ગેસ મળવામાં 2 થી 8 દિવસ સુધી રાહ જોવી પડી રહી છે. બીજી તરફ, રેસ્ટોરન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, કમર્શિયલ ગેસની અછતને કારણે કેટલાક લોકો ઘરેલુ સિલિન્ડરનો ઉપયોગ કરી શકે છે. જોકે, ડીલર આને ગેરકાયદેસર ગણાવે છે. આ દરમિયાન સરકાર તરફથી જણાવાયું છે કે, કમર્શિયલ LPG સિલિન્ડરની સપ્લાય પર કોઈ પ્રતિબંધ નથી.

રેસ્ટોરન્ટ ઉદ્યોગનું કહેવું છે કે, આ સ્થિતિથી માત્ર હોટલ અને રેસ્ટોરન્ટ્સ જ નહીં, પણ સામાન્ય લોકો માટે પણ ખોરાકની ઉપલબ્ધિ પર અસર પડી શકે છે. ફૂડ ઇન્ડસ્ટ્રીને આવશ્યક સેવા માનવામાં આવે છે અને તે અનેક મહત્વપૂર્ણ સ્થળોએ ખોરાક પહોંચાડે છે. આ અસર માત્ર મુંબઈ સુધી સીમિત નથી. બેંગલોર અને ચેન્નાઈ હોટલ્સ એસોસિએશને પણ ચિંતા વ્યક્ત કરી છે.

ચેન્નાઈ હોટલ્સ એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી, LPG સિલિન્ડરની વિના વિઘ્ન સપ્લાય સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. 9 માર્ચ 2026ના રોજ લખાયેલા આ પત્રમાં જણાવાયું છે કે, કમર્શિયલ LPG સપ્લાયમાં વિક્ષેપથી ફૂડ અને હોસ્પિટાલિટી સેક્ટર પર ગંભીર અસર પડી શકે છે. એસોસિએશને જણાવ્યું કે, ફૂડ ઇન્ડસ્ટ્રી 24 કલાક કાર્યરત રહે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *