LPGના સંકટ વચ્ચે સરકારે ગામડાઓ માટે ખાસ વ્યવસ્થા કરી, કેરોસીનનો જથ્થો વધારી દીધો, આ કામમાં ઉપયોગ કરી શકશો

LPGના સંકટ વચ્ચે સરકારે ગામડાઓ માટે ખાસ વ્યવસ્થા કરી, કેરોસીનનો જથ્થો વધારી દીધો, આ કામમાં ઉપયોગ કરી શકશો

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

ભારત સરકારે ઘરેલું LPGના બફર સ્ટોકમાં વધારો કર્યો છે અને ગ્રામ્ય વિસ્તારોને વધારાનો કેરોસીન જથ્થો ફાળવ્યો છે. શહેરી અને ગ્રામ્ય નાગરિકોને ઉર્જા બચત માટે સૂચનો આપવામાં આવ્યા છે.

ઘરેલું LPG માટે મેજર સુધારો
ઘરેલું LPG માટે મેજર સુધારો

ગાંધીનગર : ઘરેલું ઉપયોગ માટે LPG ના બફર સ્ટોકમાં દિન પ્રતિદિન સુધારો થઈ રહેલ છે. ભારત સરકાર દ્વારા LPGના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવેલ છે. ઘરેલું LPG ઉપરાંત ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વધારાની વ્યવસ્થા પણ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ગોઠવવામાં આવી રહેલ છે.

ગ્રામીણ વિસ્તાર

ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પત્ર ક્રમાંક: M-11021(16)/1/2026-PNG, તા.12/03/2026 થી હાલમાં પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય (Geo-Political) પરિસ્થિતિમાં બળતણ અને ઊર્જા પુરવઠાને જાળવી રાખવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને ગ્રામ્ય વિસ્તારમાં LPG ઉપરાંત, વધારાનો 1452 KL કેરોસીનનો જથ્થો ઘરેલું બળતણ માટે ફાળવવામાં આવ્યો છે. આ જથ્થાનો મુખ્ય ઉપયોગ રાંધવા (Cooking) અને પ્રકાશ (Lighting) માટે કરવાનો રહેશે.

રાજ્યના ગ્રામીણ વિસ્તારના પરિવારોને તેમજ શિક્ષણ અને આરોગ્યની સંસ્થાઓને કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જેની કાર્યપદ્ધતિ નીચે મુજબ રહેશે.

  1. કેન્દ્ર સરકારે ફાળવેલ 1452 KL માંથી દરેક જિલ્લામાં કલેક્ટરશ્રી હસ્તક 36 KL (36 હજાર લિટર) ની ફાળવણી કરવામાં આવશે.
  2. ઉપરોક્ત કેરોસીનના જથ્થામાંથી પરિવાર દીઠ 5 (પાંચ) લિટર તથા સંસ્થા દીઠ 25 (પચીસ) લિટર ફાળવણી કલેક્ટરશ્રી કરી શકશે.

કેરોસીનના વિતરણમાં નીચે મુજબ પ્રાથમિકતા આપવામાં આવશે.

  • ગ્રામીણ પરિવારો અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લાભાર્થીઓ.
  • શાળા હોસ્ટેલોમાં રહેતા બાળકો અને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ હેઠળની સંસ્થાઓ.
  • રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અન્નક્ષેત્રો અને અન્ય સેવાકીય સંસ્થાઓ.
  • બાંધકામ કે ઔદ્યોગિક એકમોમાં કાર્યરત મજૂર વર્ગની ભોજન તૈયારીના હેતુ માટે.
  • અન્ય સરકારી કે ખાનગી સામાજિક સંસ્થાઓ જે બળતણ માટે સંપૂર્ણપણે LPG પર આધારિત છે.
શહેરી વિસ્તાર

ગુજરાત રાજ્યમાં PNG નું વિસ્તૃત નેટવર્ક ઉપલબ્ધ છે. PNG નો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. PNGના ઉપયોગની સૌ પ્રથમ પ્રાથમિકતા છે. ઘરેલું ઉપરાંત કોમર્શિયલ ઉપયોગ બાધિત કરેલ નથી. જેથી ઘરેલું તેમજ કોમર્શિયલ LPG ગ્રાહકો PNGનું કનેક્શન મેળવી શકે છે.

રાજ્યના નાગરિકોને સાંપ્રત પરિસ્થિતિમાં નીચે મુજબના સૂચનો કરવામાં આવે છે.

  • રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ તથા એલ.પી.જી નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
  • એક જ ગ્રાહક દ્વારા બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારમાં 25 દિવસ તથા ગ્રામીણ વિસ્તારમાં 45 દિવસનું અંતર રાખવા બાબતની સૂચના આપવામાં આવેલ છે. જેથી ગ્રાહકો દ્વારા સૂચવેલ સમયમર્યાદા પહેલાં બિનજરૂરી ઓનલાઈન બુકિંગ માટે પ્રયત્ન કરવામાં ન આવે જેથી સર્વર પરનો લોડ ઘટાડી શકાય.
  • રાંધણ ગેસનો બચાવ કરવા બને ત્યાં સુધી કુકરનો ઉપયોગ કરવો, કઠોળને પલાળીને બાફવા જેવી કાર્યક્ષમ રાંધણ પદ્ધતિ અપનાવવી. તેમજ વૈકલ્પિક ઊર્જાસ્ત્રોત તરીકે સોલર કુકર વગેરેનો ઉપયોગ વધારી શકાય.
  • ઘરમાં ઊર્જાની બચત માટે AC નું તાપમાન 25 સેલ્સિયસ કે તેથી વધુ રાખવામાં આવે તે ઇચ્છનીય છે.
  • ઘરેલું LPG સંબંધિત મદદ માટે ટેલિફોન નંબર: 1800-233-0222 પર સંપર્ક કરી શકાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *