વધુમાં તેઓએ જણાવ્યું કે, કોર્ટના લગ્નના કાયદા તમને રક્ષણ આપે છે. પણ સમાજની પરંપરાઓને ઉજાળવાનું કામ ન કરો. અનેક મા-બાપો દીકરી પરત ન આવતા આત્મહત્યા કરીને મરી ગયા છે. પ્રેમ લગ્ન કરતી દીકરીઓને ઠાકરશી રબારીએ રડતા રડતા કહ્યું, ‘તમે મહેરબાની કરીને પરત ફરી જાઓ. આ સંસ્કૃતિને બરબાદ ન કરો.’ અંતે તેઓએ કહ્યું કે, એક ભાઈ તરીકે ઠાકરશી રબારી અપીલ કરે છે, દીકરીઓ, આવું ન કરો!

