આ દ્રશ્યો જોતા ગૌ પ્રેમીઓ અને પોલીસની ટીમને સલામ કરવાનું અચૂક મન થાય. ઘટના જમ્મુ કાશ્મીરના કઠુઆની છે. જ્યાં ગૌ વંશની તસ્કરીનો પર્દાફાશ થયો હતો. ઉલ્લેખનીય છે કે ગૌ વંશની હેરાફેરી અંગે બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે એક ટેન્કર શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ તપાસ કરાતા પોલીસની ટીમ અને હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ટેન્કરમાં પેટ્રોલ, કેમિકલ કે પછી પાણી નહીં પરંતુ આ ટેન્કરમાં દોઢ ડઝન જેટલું પશુધન ખીચોખીચ ભરવામાં આવ્યું હતું. આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે JCBની મદદથી ટેન્કરનું પતરું ચીરીને તેમાં રહેલ ગૌવંશને બચાવી લેવામાં આવ્યું હતું. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ ટેન્કરમાં 21 ગાય અને 2 વાછરડા ભરવામાં આવ્યા હતા અને ટેન્કર પંજાબથી આવી રહ્યું હતું. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Source link
