Final Up to date:
28 માર્ચ, 2026થી IPL 2026નો પ્રારંભ થઈ રહ્યો છે અને તેનું શિડ્યુલ આજે જાહેર કરવામાં આવ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) તેના હોમ ગ્રાઉન્ડ, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની ઓપનિંગ મેચ સાથે IPL 2026ના અભિયાનની શરૂઆત કરશે. ગયા વર્ષે (2025) પોતાનું પહેલું ટાઇટલ જીત્યા બાદ, બેંગ્લોર આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે.
ભારતીય ટીમ ટી20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી હવે IPL (ઈન્ડિયન પ્રિમિયર લીગ)ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, 28 માર્ચ, 2026ના રોજ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તેમના હોમ ગ્રાઉન્ડ, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે ઓપનિંગ મેચ સાથે IPL 2026ના અભિયાનની શરૂઆત કરશે. ગયા વર્ષે (2025) પોતાનું પહેલું ટાઇટલ જીત્યા બાદ, બેંગ્લોર આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. IPLમાં શરુઆતની 20 મેચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
વિરાટ કોહલીએ પોતાના ટાઇટલને બચાવવા માટે આગામી સીઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે હાલમાં ઇંગ્લેન્ડમાં એક ઇન્ડોર ટ્રેનિંગ સુવિધામાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. તેણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની પ્રેક્ટિસનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઉત્તમ સ્પર્શ અને બોલને સાફ રીતે ફટકારતો જોવા મળે છે.
🚨 Information 🚨
Presenting the schedule for the primary 20 matches of #TATAIPL 2026, to be performed from March 28 to April 12, 2026 🗓️Full schedule will likely be introduced as soon as ballot dates are introduced for 3 states set to endure State Meeting elections.
Extra particulars ▶️… pic.twitter.com/8Iq492v8TE
— IndianPremierLeague (@IPL) March 11, 2026
આ ઓપનિંગ મેચમાં સૌથી રોમાંચક મુકાબલો રજત પાટીદાર અને SRH કેપ્ટન પેટ કમિન્સ વચ્ચે થશે. પાટીદાર, જેમણે ગયા સિઝનમાં RCBનું નેતૃત્વ પણ કર્યું હતું, તે પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા છે. દરમિયાન, ઓસ્ટ્રેલિયા માટે અનેક ICC ટાઇટલ જીતનાર પેટ કમિન્સ આ વખતે IPLમાં નોંધપાત્ર પ્રભાવ પાડવા માટે કોઈ કસર છોડશે નહીં. રજત પાટીદારે 42 મેચમાં 30.86 ની સરેરાશ સાથે 1111 રન બનાવ્યા છે અને 154.31 નો સ્ટ્રાઇક રેટ મેળવ્યો છે. પેટ કમિન્સે 72 IPL મેચમાં 8.81 ના ઇકોનોમી રેટ સાથે 79 વિકેટ લીધી છે.
IPLની શરુઆતની 20 મેચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં 28મી માર્ચથી 12મી એપ્રિલ સુધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદની એકમાત્ર મેચનો સમાવેશ થાય છે. જે 4 એપ્રિલે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાવાની છે.
Ahmedabad,Gujarat

