Final Up to date:
આ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે આઈપીએલ 2026 શરૂ થવામાં એક-બે દિવસ મોડું થઈ શકે છે. વળી આઈપીએલ શિડ્યૂલ બે ભાગમાં જાહેર થવા પાછળનું મોટું કારણ એ છે કે આઈપીએલ દરમિયાન અમુક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ હશે.
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના શિડ્યૂલને લઈને સસ્પેન્સ ખતમ થઈ ગયું છે. ટૂર્નામેન્ટની શરૂઆત આ મહિને થવાની છે. જેના માટે બે ભાગમાં શિડ્યૂલને જાહેર કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે ટૂર્નામેન્ટના પહેલા ભાગનું શિડ્યૂલ તૈયાર કરી લીધું છે અને 6 અથવા 7 માર્ચે તેની ઘોષણા કરવામાં આવશે. આશા છે કે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલેથી નક્કી 26 માર્ચના રોજ થશે.
આ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે આઈપીએલ 2026 શરૂ થવામાં એક-બે દિવસ મોડું થઈ શકે છે. વળી આઈપીએલ શિડ્યૂલ બે ભાગમાં જાહેર થવા પાછળનું મોટું કારણ એ છે કે આઈપીએલ દરમિયાન અમુક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ હશે. આવા સમયે બીસીસીઆઈ ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની રાહમાં હતું. પણ ચૂંટણી પંચે હજુ સુધી તારીખની જાહેરાત નથી કરી, જેના કારણે શિડ્યૂલ બે ભાગમાં ઘોષિત કરવામાં આવશે. જેવી ચૂંટણીની તારીખ આવશે આખું શિડ્યૂલ જાહેર કરી દેવામાં આવશે.
શિડ્યૂલ સાથે સાથે આઈપીએલ 2026ની ફાઈનલનું વેન્યુને લઈને પણ મોટા સમાચાર આવ્યા છે. ટૂર્નામેન્ટની પ્લેઓફ અને ફાઈનલ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. કેમ કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આવા સમયે ઓપનિંગ મેચ પણ ચિન્નાસ્વામીમાં જ રમાશે.
આ ઉપરાંત આરસીબીની પાંચ મેચ તેના હોમગ્રાઉન્ડ પર રમાશે, જ્યારે પહેલેથી નક્કી કરારના કારણે આરસીબીને 2 મેચ રાયપુરમાં રમવાની છે. આ અગાઉ એવું કહેવાઈ રહ્યું હતું કે આરસીબીની ચિન્નાસ્વામીમાં મેચ નહીં થાય. હકીકતમાં પાછલી આરસીબીની ટીમના વિક્ટરી પરેડમાં થયેલી ભાગદોડના કારણે 11 લોકોના મોત થયા હતા. તેના કારણે ભારે હોબાળો થયો હતો. પણ કર્ણાટક સરકાર અને રાજ્યના ક્રિકેટ સંઘે આઈપીએલ મેચ માટે ચિન્નાસ્વામીમાં મંજૂરી આપી દીધી છે.
Mar 03, 2026 11:38 PM IST

