Ind vs NZ T20 LIVE: હાર્દિક પંડ્યા 18 રન બનાવીને આઉટ
ભારતની અડધી ટીમ પવેલિયન પરત ફરી ચુકી છે. હાર્દિક પંડ્યા 13 બોલમાં 18 રન બનાવીને આઉટ થઈ ગયો. મેટ હેનરીના બોલ પર હાર્દિકે મોટો શોટ લગાવવાની કોશિશ કરી, પણ બોલ હવામાં જતો રહ્યો. મિચેલ સેંટનરે એક સરળ કેચ પકડી લીધો. પાછલા બોલ પર હાર્દિકે છગ્ગો લગાવ્યો હતો. ભારતનો સ્કોર 19 ઓવર બાદ 231/5 છે.
Ind vs NZ T20 LIVE: 18મી ઓવર બાદ ભારતનો સ્કોર 220/4
16મી ઓવરમાં ત્રણ વિકેટ પડ્યા બાદ ભારતના રનની ગતિ ધીમી પડી હતી. 18મી ઓવરમાં ભારતનો સ્કોર 220/4 છે. હાર્દિક પંડ્યા અને શિવમ દૂબ પાસે તોફાની ફિનિશની આશા છે. બંનેનો ટાર્ગેટ છેલ્લી બે ઓવરમાં ભારતને 250ને પાર પહોંચાડવાનો હશે.
Ind vs NZ T20 LIVE: એક ઓવરમાં ત્રણ વિકેટ પડી, રનની ગતિ ધીમી પડી
16મી ઓવરમાં એક પછી એક ત્રણ વિકેટ પડતા ભારતના રનની ગતિ ધીમી પડી ગઈ. સેમસને પહેલા બોલ પર આઉટ થયા બાદ છેલ્લા બે બોલ પર ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ પણ આઉટ થયા. ઈશાને 25 બોલમાં 54 રનની ઈનિંગ્સ રમી, જેમાં ચાર ચોગ્ગા અને એટલા જ છગ્ગા ફટકાર્યા. તેના આઉટ થયા બાદ ક્રીઝ પર આવેલા કપ્તાન સૂર્ય કુમાર યાદવ પણ પહેલા બોલ પર બેટ ઘુમાવ્યું પણ કેચ થઈ ગયો. સૂર્યા ખાતું પણ ખોલાવી શક્યો નહીં. આ ઓવરમાં એક જ રન આવ્યો, 16 ઓવર બાદ સ્કોર 204/4 છે.
Ind vs NZ T20 LIVE: સદી ચુક્યો સેમસન, 89 રન બનાવીને આઉટ થયો
સંજૂ સેમસન ફરી એક વાર સદી ચુક્યો. સેમિફાઈનલની માફક આ મેચમાં પણ તે 89 રનની ઈનિંગ્સ રમી આઉટ થઈ ગયો. જેમ્સ નીશમના બોલ પર સેમસને છ્ગ્ગા માટે શોટ રમ્યો, પણ બાઉન્ડ્રી પર કેચ થઈ ગયો. સેમસને 46 બોલ પર 89 રનની ઈંનિગ્સ રમ્યો. જેમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ છે. આ વિકેટ સુધી ભારતનો સ્કોર 203/2 વિકેટ હતો. જો આઉટ થયા બાદ ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં સૌથી મોટી ઈનિંગ્સ રમનારો ખેલાડી બની ગયો છે. તેણે વિરાટ કોહલીનો 77 રનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
Reside Rating IND vs NZ: ભારતની વિસ્ફોટક બેટિંગ
14 ઓવર બાદ ભારતે એક વિકેટ ખોઈને 191 રન બનાવી લીધા છે. હાલમાં સંજૂ સેમસન 44 બોલમાં 88 રન અને ઈશાન કિશન 19 બોલમાં 43 રન બનાવી બેટીંગ કરી રહ્યો છે. સંજૂએ 14મી ઓવરમાં રચિનના બોલ પર સતત ત્રણ છગ્ગા લગાવ્યા.
Reside Rating IND vs NZ: 12મી ઓવરમાં બન્યા 24 રન
ભારતે 12મી ઓવર બાદ એક વિકેટના નુકસના પર 161 રન બનાવી લીધા છે. હાલમાં સંજૂ સેમસન 37 બોલમાં 67 રન અને ઈશાન કિશન 4 બોલમાં 34 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે. લોકી ફર્ગ્યૂસનની ખૂબ ધોયો છે. તે બે ઓવરમાં 24-24 રન એટલે કે કૂલ મળીને 48 રન આપી ચુક્યો છે. 12મી ઓવરમાં સંજૂએ બે છગ્ગા અને એક ચોગ્ગો અને ઈશાને એક છગ્ગા લગાવ્યો હતો.
Ind vs NZ T20 LIVE: સેમસનની અડધી સદી
11 ઓવર બાદ ભારતે એક વિકેટના નુકસાન પર 137 રન બનાવી લીધા હતા. હાલમાં સંજૂ સેમસન 33 બોલમાં 50 રન અને ઈશાન કિશન 12 બોલમાં 27 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. બંને વચ્ચે 30+ રનની પાર્ટનરશિપ થઈ ચુકી છે. અભિષેક બાદ સેમસને જવાબદારી સંભાળી લીધી છે અને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થઈ રહ્યો છે. સેમસન પોતાના શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે.
Reside Rating IND vs NZ: ભારતને પહેલો ઝટકો લાગ્યો, અભિષેક શર્મા આઉટ
ભારતને છઠ્ઠી ઓવરમાં પહેલા બોલર પર પહેલો ઝટકો લાગ્યો છે. રચિન રવિન્દ્રે ઈનિંગ્સમાં પોતાના પહેલા જ બોલ પર વિકેટકીપર સાઈફર્ટના હાથમાં અભિષેકનો કેચ કરાવ્યો. તે 21 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 52 રન બનાવીને આઉટ થયો. હાલમાં ઈશાન કિશન અને સેમસન ક્રીઝ પર છે. ભારતે આ ઓવરમાં 100 રન પણ પૂરા કરી લીધા.
Ind vs NZ T20 LIVE: છઠ્ઠી ઓવરમાં 20 રન આવ્યા
પાવરપ્લે ખતમ થઈ ચુક્યો છે અને ભારતે છઠ્ઠી ઓવર બાદ વિના વિકેટે 92 રન બનાવી લીધા છે. હાલમાં અભિષેક શર્મા 19 બોલમાં 51 રન અને સંજૂ સેમસન 17 બોલમાં 33 રન બનાવીને બેટીંગ કરી રહ્યો છે. શરુઆતી બે ઓવરમાં 12 રન બનાવ્યા બાદ છેલ્લી ચાર ઓવરમાં 80 રન બનાવી લીધા છે. અભિષેકે પોતાનું બેસ્ટ ફાઈનલ માટે બચાવીને રાખ્યું હતું અને ટીમે તેના પર જે વિશ્વાસ મુક્યો તેના પર તે ખરો ઉતર્યો છે.
Ind vs NZ T20 LIVE: પાંચમી ઓવરમાં બન્યા 21 રન
પાંચમી ઓવરમાં 21 રન બન્યા હતા. ચોથી ઓવરમાં 24 રન અને ત્રીજી ઓવરમાં 15 રન બન્યા હતા. એટલે કે છેલ્લી ત્રણ ઓવરમાં 62 રન બની ગયા. શરુઆતી બે ઓવરમાં 12 રન જ આવ્યા હતા. હાલમાં સંજૂ સેમસન 17 બોલમાં 33 રન અને અભિષેક શર્મા 13 બોલમાં 31 રન બનાવીને બેટીંગ કરી રહ્યો છે. ભારતનો સ્કોર પાંચ ઓવર બાદ 72 રન છે.
Ind vs NZ T20 LIVE: અભિષેક-સંજૂએ 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો
અભિષેક શર્મા અને સંજૂ સેમસને અડધી સદીની પાર્ટનરશિપ કરતા 17 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યો છે. પુરુષ ટી20 વર્લ્ડ કપ ફાઈનલના ઈતિહાસમાં આવું પહેલી વાર થયું છે, જ્યારે ઓપનિંગ જોડીએ 50થી વધારે રનની ભાગીદારી કરી છે. આ અગઆઉ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી 48 રનની હતી, જે 2009માં લોર્ડ્સમાં શ્રીલંકા વિરુદ્ધ કમરાન અકમલ અને શહઝૈબ હસને કરી હતી.
Ind vs NZ T20 LIVE: ભારતની વિસ્ફોટક શરુઆત, ચાર ઓવરમાં 51 રન
અભિષેક અને સેમસને ભારતના આ ખિતાબી મેચમાં વિસ્ફોટક અને દમદાર શરુઆત અપાવી છે. ભારતીય ઓપનર્સે શરુઆતમાં જ કીવી બોલર્સના ધજાગરા ઉડાવી દીધા છે. ચાર ઓવર બાદ ભારતનો સ્કોર વિના વિકેટ 51 રન છે. લોકી ફર્ગ્યુસની ઓવરમાં 24 રન આવ્યા. તેની આ ઓવરમાં બે છગ્ગા અને 2 ચોગ્ગા આવ્યા. સેમસન 24 રન અને અભિષેક 23 રન બનાવીને રમી રહ્યા છે.
Ind vs NZ Remaining Reside Rating: બીજી ઓવરમાં આવ્યા 5 રન, અભિષેક શર્માએ ખાતું ખોલ્યું
બીજી ઓવરમાં 5 રન આવ્યા, જેનાથી ભારતનો સ્કોર બે ઓવર બાદ 12 રન થયો હતો. સેમસન 9 રન અને અભિષેક શર્મા 3 રન બનાવી નોટઆઉટ છે. અભિષેકે છેલ્લા બોલ પર શાનદાર શોટ લગાવ્યો હતો.
Ind vs NZ Remaining Reside Rating: એક ઓવર બાદ ભારતનો સ્કોર 7/0
પહેલી ઓવર બાદ ભારતે કોઈ પણ નુકસાન વિના 7 રન બનાવી લીધા છે. સંજૂ સેમસને છગ્ગા સાથે ટીમનું ખાતું ખોલાવ્યું. આ ઓવરના તમામ બોલ સંજૂએ રમ્યા હતા. અભિષેકને સ્ટ્રાઈક નહોતી મળી.
Ind vs NZ Remaining Taking part in 11: ભારતની પ્લેઈંગ 11
અભિષેક શર્મા, સંજૂ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કપ્તાન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ
Ind vs NZ Remaining Taking part in 11: ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ 11
ટિમ સાઈફર્ટ (વિકેટકીપર), ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિચેલ, જેમ્સ નીશમ, મિચેલ સેંટનર(કપ્તાન), મેટ હેનરી, લોકી ફર્ગ્યૂસન અને જેકબ ડફી
Ind vs NZ Remaining Reside Updates: ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો, ભારત પહેલા બેટિંગ કરશે
આ ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે, સૂર્યકુમાર યાદવે સિક્કો ઉછાળ્યો, જે ન્યૂઝીલેન્ડના પક્ષમાં પડ્યો. મિચેલ સેંટનરે ટોસ જીત્યા બાદ કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. ભારતીય ટીમ સેમિફાઈનલ મેચની માફક આ મેચમાં પણ પહેલા બેટિંગ કરશે, જે મોટો સ્કોર બોર્ડ લગાવવા માગશે.
- First Revealed :
