Final Up to date:
IND vs PAK ટી20 વર્લ્ડ કપની 27મી મેચમાં આર પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ લીધી, ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 175 રન બનાવ્યાં.
IND vs PAK: ટી20 વર્લ્ડ કપની 27મી મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શરૂ આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે પોતાની પ્લેઇંગ 11માં બે ફેરફાર કર્યા છે. કુલદીપ યાદવ અને અભિષેકની વાપસી થઈ છે. જ્યારે અર્શદીપ સિંહ અને સંજૂને બહાર કરવામાં આવ્યાં છે. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 175 રન બનાવ્યાં છે.
ટી20 વર્લ્ડ કપ 2026ની 27મી લીગ મુકાબલામાં ભારત અને પાકિસ્તાનની ટીમો શ્રીલંકાના કોલંબો ખાતે આવેલા આર પ્રેમદાસા સ્ટેડિયમમાં આમને-સામને ને છે. મેચમાં પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 175 રન બનાવ્યા. ભારત સામે પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપના મેચમાં આ અત્યાર સુધોનો સૌથી મોટો ટોટલ છે. આ દરમિયાન ટીમ માટે કિશને સર્વોચ્ચ ઈનિંગ રમી. તેણે 40 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 77 રન નોંધાવ્યા. બીજી તરફ પાકિસ્તાન તરફથી સૈમ અયુબે સૌથી વધુ 3 વિકેટ ઝડપી.
પિચને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન તરફથી મુખ્યત્વે સ્પિન બોલિંગ જોવા મળી. ટીમ માટે 18 ઓવર સ્પિનરો દ્વારા ફેંકવામાં આવી, જ્યારે બાકીની 2 ઓવર ઝડપી બોલર શાહીન અફ્રીદીએ નાખી. કુલ 7 બોલરોએ બોલિંગ કરી, જેમાંથી 6 સ્પિનર હતા.

