Final Up to date:
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ટી20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ રમાઈ ગઈ છે. આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડની સામે 7 રને જીત મેળવી છે. ટીમ ઈંડિયા હવે 8 માર્ચના રોજ અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ રમશે.
IND vs ENG T20 WC Semi Remaining: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ટી20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ રમાઈ રહી ગઈ. ભારતે પહેલાં બેટિંગ કરતા 253 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે જબરદસ્ત ફાઈટ આપતા 246 રન 7 વિકેટના નુકસાન પર બનાવી શકી હતી, આમ ટીમ ઈંડિયા આ મેચને 7 રને જીતી ફાઈનલમાં એન્ટ્રી કરી છે. ટીમ ઈંડિયાની ટક્કર હવે 8 માર્ચના રોજ અમદાવાદમાં ન્યૂઝીલેન્ડની સામે ફાઈનલ રમશે.
આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઈનલ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં છે. જ્યાં ભારત અને ઈંગ્લેન્ડ આમને-સામને છે. મેચમાં ભારતે ઈંગ્લેન્ડને જીત માટે 254 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે 7 વિકેટના નુકસાન પર 253 રન બનાવ્યા છે. જે વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં કોઈ ટીમનો સૌથી મોટો સ્કોર છે. સંજૂ સેમસને શાનદાર રીતે 89 રન બનાવ્યા છે.
આવી રહી ટીમ ઇન્ડિયાની ઇનિંગ્સ
મેચમાં ટોસ હારતાં, પહેલાં બેટિંગ કરવા આવેલી ટીમ ઇન્ડિયાએ સાત વિકેટ પર 253 રન બનાવ્યા. ભારત માટે ઓપનિંગ કરવા આવેલા સંજૂ સેમસન અને અભિષેક શર્માએ શરૂઆત કરી, પણ અભિષેક ફરી એકવાર ફ્લોપ સાબિત થતાં 9 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ સંજૂ અને ઇશાને પાવરપ્લેમાં 67/1 સ્કોર સુધી લઈ ગયા. પાવરપ્લેની તરત જ બાદ સંજૂએ 26 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી લીધી.
ભારતે 100 રન 8.3 ઓવરમાં પૂરા કર્યા
T20 વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં કોઈ પણ ટીમ માટે આ બીજા સૌથી ઝડપી 100 રન છે. જ્યારે ગઈકાલે (4 માર્ચે) ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા સામે 7.5 ઓવરમાં 100 રન બનાવ્યા હતા. ઈશાન કિશન (39) સારી લયમાં દેખાઈ રહ્યો હતો, પણ તે આદિલ રશીદના બોલ પર મોટો શોટ રમવા ગયો અને લૉન્ગ-ઓફ પર વિલ જેક્સે શાનદાર કેચ પકડ્યો.
ઈશાન કિશનના આઉટ થતાં જ ભારતનો સ્કોર 117/2 થયો. ત્યારબાદ સંજૂ સેમસને દુબે સાથે સ્કોર આગળ વધાર્યો. પણ સંજૂ વિલ જેક્સની ફ્લાઇટેડ બોલ પર ઇનસાઈડ-આઉટ શોટ રમવા ગયો અને 42 બોલમાં 89 રન બનાવીને સદીથી ચૂકી ગયો. સંજૂના આઉટ થતાં જ ભારતનો સ્કોર 160/3 થયો. બીજી બાજુ, સૂર્યકુમાર યાદવ પણ રન બનાવીને આદિલ રશીદની બોલ પર આઉટ થયા.
શિવમ દુબે શાનદાર લયમાં દેખાઈ રહ્યો હતો, પણ તે રનઆઉટ થઈ ગયો. શિવમ દુબેએ 4 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 25 બોલમાં 43 રન બનાવ્યા. શિવમ દુબેના આઉટ થવા સમયે ભારતનો સ્કોર 212/5 હતો. ભારતની છઠ્ઠી વિકેટ તિલક વર્મા તરીકે પડી, જેણે 3 છગ્ગાની મદદથી 7 બોલમાં 21 રનનું યોગદાન આપ્યું. ભારતની સાતમી વિકેટ હાર્દિક પંડ્યા તરીકે પડી, જેણે 27 રન બનાવ્યા હતા.
Mar 05, 2026 10:51 PM IST

