IE100 : 2026 માં સૌથી શક્તિશાળી ભારતીય કોણ છે, ટોપ-10માં આ દિગ્ગજોને મળ્યું સ્થાન

IE100 : 2026 માં સૌથી શક્તિશાળી ભારતીય કોણ છે, ટોપ-10માં આ દિગ્ગજોને મળ્યું સ્થાન

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


IE100, strongest Indians in 2026 : પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચાલુ છે અને રશિયા-યુક્રેન વચ્ચેનો સંઘર્ષ પણ અટકતો નથી. આ દરમિયાન ભારતના સૌથી શક્તિશાળી લોકોની યાદી સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સતત 12માં વર્ષે ધ ઈન્ડિયન એક્સપ્રેસની શક્તિશાળી હસ્તીઓની યાદીમાં નંબર 1 અને 2 પર છે. 

ટોચના 10 માંથી નવ નામ 2025 માં હતા તે જ છે. આ પુરાવો છે કે સત્તાના સમીકરણ ઘણા હદ સુધી તેવા જ છે. આ લિસ્ટ વિપક્ષની તે નિષ્ફળતાની કહાની પણ કહે છે કે જે ભાજપને રોકી શક્યા નથી, જ્યારે ભાજપ સતત નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરી રહ્યું છે.

ટોપ 20માં વિપક્ષના 2 નામ

રાહુલ ગાંધી અને મમતા બેનર્જી માત્ર બે બિન-એનડીએ નેતાઓ છે જે ટોપ 20માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. કોંગ્રેસ નેતાના પ્રયત્નોનું પરિણામ એ છે કે તેઓ પોતાનું 9મો સ્થાન બચાવવામાં સફળ રહ્યા છે. મમતા બેનર્જી 15માં સ્થાને છે. 

આ યાદીમાં જ્ઞાનેશ કુમાર પણ સામેલ 

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પણ આ યાદીમાં છે અને તેમની રેન્કિંગમાં સુધારો થયો છે. જ્ઞાનેશ કુમાર 20માં સ્થાને પહોંચી ગયા છે. 2024માં તે 63 મા ક્રમે હતા. આ યાદીમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંત 17માં અને ભાજપ અધ્યક્ષ નીતિન નવીન 21માં સ્થાને છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા મૂડનો અર્થ એ છે કે વાણિજ્ય, નાણાં અને વિદેશ મંત્રાલયોએ દરેક સમયે સતર્ક રહેવું પડશે. આ જ કારણ છે કે પીયૂષ ગોયલ આ યાદીમાં 12મા ક્રમથી પાંચમા નંબર પર આવી ગયા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ ટોપ 10માં સામેલ છે. એનએસએ અજિત ડોભાલ 29મા ક્રમે પહોંચી ગયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 63માં સ્થાને 

આઈસીસી પ્રમુખ જય શાહ 22માં સ્થાને છે. સીઆર પાટીલ 56માં સ્થાને અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 63માં સ્થાને છે. તેજસ્વી પ્રસાદ યાદવ 70માં અને અખિલેશ યાદવ 71માં સ્થાને છે.

વડા પ્રધાનના મુખ્ય સચિવ તરીકે છ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા પી.કે.મિશ્રા પીએમ મોદીના સૌથી વિશ્વાસુ સહયોગીઓમાંના એક છે. આ યાદીમાં તે 32મા નંબરે છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના રેન્કિંગમાં સુધારો થયો છે અને તે 35માં સ્થાને પહોંચી ગયા છે. પાર્ટીમાં તેમની ભૂમિકા હવે વધુ સક્રિય બની છે. ઉત્તર પ્રદેશ બાદ હવે આસામ તેમના માટે મોટી પરીક્ષા સાબિત થશે.

એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી આ યાદીમાં છે અને હવે તે 55 મા ક્રમે છે. ભાજપના નેતાઓની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા આ લિસ્ટમાં ટોપમાં સ્થાન બનાવવા સફળ રહ્યા છે. જોકે નીતિશ કુમારના રેન્કિંગમાં ઘટાડો થયો છે. નીતિશ કુમાર પહેલા આ યાદીમાં 63મા ક્રમે હતા પરંતુ હવે તેમનું રેન્કિંગ વધીને 84 થઈ ગયું છે.

બોલિવૂડના બે નામ

આ યાદીમાં બોલિવૂડના બે નવા નામ પણ સામેલ થયા છે. આ લિસ્ટમાં આદિત્ય ધર અને અરિજિત સિંહને સ્થાન મળ્યું છે. આદિત્ય ધરે ફિલ્મ ધુરંધરને કારણે ઘણી લોકપ્રિયતા મેળવી છે અને તેને આ યાદીમાં સ્થાન મળ્યું છે. જ્યારે અરિજિત સિંહને આ લિસ્ટમાં એટલા માટે સ્થાન મળ્યું કારણ કે તેમણે પ્લેબેક મ્યુઝિકને અલવિદા કકહ્યું હતું. જેના કારણે તે ચર્ચામાં રહ્યા હતા.

IE100: ભારતના ટોપ 10 શક્તિશાળી લોકો

1. પીએમ નરેન્દ્ર મોદી
2.ગૃહમંત્રી અમિત શાહ
3. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત
4.રક્ષા મંત્રી રાજનાથ સિંહ
5. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ
6. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ
7.વિદેશ મંત્રી એસ જયશંકર
8. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ
9. વિપક્ષના નેતા રાહુલ ગાંધી
10. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *