Holi Celebration: રવીના ટંડનથી લઈને શબાના આઝમી-જાવેદ અખ્તર સુધી, સિતારાઓએ આ રીતે સેલિબ્રેટ કરી હોળી

Holi Celebration: રવીના ટંડનથી લઈને શબાના આઝમી-જાવેદ અખ્તર સુધી, સિતારાઓએ આ રીતે સેલિબ્રેટ કરી હોળી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

હોળીનો તહેવાર ફિલ્મી સિતારાઓ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરતા હોય છે. રવીનાએ મિત્રો સાથે હોળી રમી તો રણબીર કપૂર દીકરી રાહા સાથે જોવા મળ્યો. તો તમે પણ જોઈ લો આ ખૂબસુરત વીડિયો અને તસવીરો.

સેલેેબ્સનાં વીડિયો વાયરલ થઇ રહ્યાં છે.
સેલેેબ્સનાં વીડિયો વાયરલ થઇ રહ્યાં છે.

હોળીનો તહેવાર દર વર્ષની જેમ આ વખતે પણ લોકો ધામધૂમથી મનાવી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને ફિલ્મી સિતારાઓ જોરદાર હોળીનું સેલિબ્રેશન કરતા હોય છે. સોશિયલ મીડિયા પર સેલેબ્સની હોળી સેલિબ્રેશનની તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં સ્ટાર્સ ફૂલ ટૂ એન્જોય મૂડમાં જોવા મળી રહ્યા છે.

કોઈએ પરિવારની સાથે હોળી રમી તો કોઈએ મિત્રોની સાથે ખાસ પાર્ટી કરી. આ વચ્ચે અભિનેત્રી રવીના ટંડન અને ઉર્મિલા માંતોડકર સહિત અનેક સિતારાઓએ હોળીની તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે. અભિનેત્રી રવીના ટંડને પૂરા જોશ અને ઉત્સાહની સાથે હોળી સેલિબ્રેટ કરી. ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસ અનેક તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં પરિવાર અને મિત્રોની સાથે જોવા મળી રહી છે.

તમે જોઈ શકો છો કે રવીનાએ પ્રિન્ટેડ કુર્તા-પાયજામા પહેર્યો છે જે મસ્ત લાગી રહ્યો છે. સિમ્પલ લુકમાં એક્ટ્રેસ ખૂબસુરત લાગી રહી છે. એક્ટ્રેસ નજીકના લોકો સાથે પોઝ આપી રહી છે. ઉર્મિલા માંતોડકરે પણ ફ્રેન્ડ્સ સાથે હોળીનો જશ્ન મનાવ્યો. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જશ્નની તસવીરો શેર કરી છે. આ તસવીરોની સાથે ઉર્મિલાએ કેપ્શનમાં હેપ્પી હોલી લખ્યું છે. આ પોસ્ટ જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે.

શબાના આઝમી અને જાવેદ અખ્તરે પણ મુંબઈમાં નજીકના મિત્રોની સાથે ખાસ હોળી પાર્ટી રાખી હતી. આ ખાસ હોળી સેલિબ્રેશનમાં અનેક સિતારાઓ શામેલ થયા હતા. તન્વી આઝમી, ઋચા ચઢ્ઢા, અલી ફઝલ, દિવ્યા દત્તા અને ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સહિત અનેક સ્ટાર્સ હોળીના રંગમાં રંગાયા.

આ સેલિબ્રેશનમાં રણબીર કપૂર અને રાહા પણ શામેલ થયા છે. પાલી હિલ્સમાં મિત્રોની સાથે આનંદ લેતો રણબીર કપૂર એકદમ મસ્ત મૂડમાં જોવા મળી રહ્યો છે. ગ્રે ટેંક ટી-શર્ટ, બ્લુ શોટ્સ અને કેપ પહેરેલો રણબીર તેની દીકરી સાથે આ ખાસ પળ એન્જોય કરી રહ્યો છે. આટલું જ નહીં બહાર પાપારાઝીની પાસે જઈને વ્યક્તિગત રીતે હેપ્પી હોલી વિશ કરી. એક્ટરનો રાહા સાથે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમ, વાત કરવામાં આવે તો દર વર્ષે ફિલ્મી સિતારાઓ હોળીનો જશ્ન મનાવતા હોય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *