
આજનું કોલકાતા અને બ્રિટિશોએ પાડેલુ નામ કલકત્તાની ઔપચારિક ઊપત્તિ “કાલીકાટા” નામમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે, જે વિસ્તારના ત્રણ પ્રાચીન ગામો પૈકી એક હતું કલિકાતા,સુતાનુટિ અને ગોવિંદપુર. કલિકાટા શબ્દનો ઉદ્ભવ ‘કાલીક્ષેત્ર’ પરથી થયો હોવાનું મનાય છે, જેનો અર્થ છે “માતા કાળીનું પવિત્ર સ્થાન” (Credit: – Wikipedia)
1 / 7

કોલકાતા વિસ્તારમાં વસવાટ ઇસવીસન પૂર્વેના સમયથી થતો રહ્યો છે. ગુપ્ત અને મૌર્યવંશના સમયમાં આ પ્રદેશ વેપાર અને સંસ્કૃતિ માટે જાણીતું હતું. મુઘલ શાસનકાળ દરમિયાન અહીં ગામડાંઓ હતા પણ મોટું શહેર નહોતું. (Credit: – Wikipedia)
2 / 7

ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એક કર્મચારી જોબ ચાર્નોક 1690માં અહીં આવ્યા હતા. તેમણે અહીં અંગ્રેજો માટે વેપાર કેન્દ્ર સ્થાપિત કર્યું. 1698માં બ્રિટિશોએ આજુબાજુના ગામ ખરીદી લીધા અને ત્યાં કિલ્લો અને મથક બનાવ્યા. (Credit: – Wikipedia)
3 / 7

1772માં બ્રિટિશ સરકારે કોલકાતાને ભારતની પ્રથમ રાજધાની બનાવ્યું. ત્યારબાદ ઘણાં વર્ષો સુધી કોલકાતા એ બ્રિટિશ ઈંડિયાનું સંચાલન અને વ્યવસાય કેન્દ્ર રહ્યું. (Credit: – Wikipedia)
4 / 7

શિક્ષણ, સાહિત્ય, કલાઓ, સમાજ સુધારના ક્ષેત્રોમાં મોટાં બદલાવ કોલકાતાથી શરૂ થયા. રવિન્દ્રનાથ ટાગોર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા મહાનુભાવોએ અહીંથી કાર્ય કર્યું. (Credit: – Wikipedia)
5 / 7

1947માં ભારતને સ્વાતંત્ર્ય મળ્યું. કોલકાતા પશ્ચિમ બંગાળની રાજધાની બન્યું. 2001માં, તેનું અંગ્રેજી નામ “Calcutta”ને બદલીને “Kolkata”રાખવામાં આવ્યું, જે બંગાળી ઉચ્ચાર પ્રમાણે છે. (Credit: – Wikipedia)
6 / 7

આજે કોલકાતા એ ભારતીય ઉપખંડનું મહત્વપૂર્ણ સાંસ્કૃતિક, શૈક્ષણિક, આર્થિક અને સામાજિક કેન્દ્ર છે. અહીંનું હુગલી નદી, હાવડા બ્રિજ, વિક્ટોરિયા મેમોરિયલ, કલકત્તા યુનિવર્સિટી અને કાલીઘાટ મંદિર વિશ્વવિખ્યાત છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credit: – Wikipedia)
7 / 7
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.