Historical past of metropolis title : ‘ઊંઝા ઉમિયા માતાજી’ ના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા – Gujarati Information | What’s the historical past behind the title Unjha Umiya Mataji know the entire story – What’s the historical past behind the title Unjha Umiya Mataji know the entire story

વિડિઓ VIDEO
Spread the love

'ઉમિયા' નામ દેવી પાર્વતીના એક સ્વરૂપ સાથે જોડાયેલું છે. પ્રાચીન વાર્તાઓ પ્રમાણે, જ્યારે માતા પાર્વતી કઠોર તપ કરી કરી રહ્યા હતા ત્યારે તેમની માતાએ કહ્યું હતું  "ઉમા, તું તપ ન કર." એ સમયે "ઉમા" શબ્દ પ્રચલિત થયો. આમાંથી પ્રેમભર્યું નામ 'ઉમિયા' બન્યું, જેમાં "ઉમા" જે માતૃરૂપ દર્શાવતું શ્રદ્ધાસભર નામ છે. એટલે ઉમિયા માતા એટલે માતા પાર્વતીનું એક શક્તિશાળી અને સાધ્વી સ્વરૂપ

‘ઉમિયા’ નામ દેવી પાર્વતીના એક સ્વરૂપ સાથે જોડાયેલું છે. પ્રાચીન વાર્તાઓ પ્રમાણે, જ્યારે માતા પાર્વતી કઠોર તપ કરી કરી રહ્યા હતા ત્યારે તેમની માતાએ કહ્યું હતું “ઉમા, તું તપ ન કર.” એ સમયે “ઉમા” શબ્દ પ્રચલિત થયો. આમાંથી પ્રેમભર્યું નામ ‘ઉમિયા’ બન્યું, જેમાં “ઉમા” જે માતૃરૂપ દર્શાવતું શ્રદ્ધાસભર નામ છે. એટલે ઉમિયા માતા એટલે માતા પાર્વતીનું એક શક્તિશાળી અને સાધ્વી સ્વરૂપ

1 / 6

પૌરાણિક માન્યતા મુજબ ઉમિયા માતા, દેવી પાર્વતીનું સ્વરૂપ છે. એક વખત ભગવાન કાર્તિકેયના લગ્ન પ્રસંગે તેમની જાન ઐરાવતી નદીને પાર કરતી હતી. એ સમયે દેવી-દેવતાઓએ પાર્વતીજીના લાડીલા એવા નાના પુત્ર ગણપતિજીના રૂપનો ઉપહાસ કર્યો, જેના કારણે રિસાઈને ગણેશજી નદી કાંઠે બેઠા રહ્યા. માતા પાર્વતીને પુત્ર ન મળતાં તેઓ પણ ઊંઝા સ્થાયી થયા. દેવતાઓએ બંનેને મનાવ્યા બાદ જાન સિદ્ધપુર પહોંચી હતી. (Credits: - Wikipedia)

પૌરાણિક માન્યતા મુજબ ઉમિયા માતા, દેવી પાર્વતીનું સ્વરૂપ છે. એક વખત ભગવાન કાર્તિકેયના લગ્ન પ્રસંગે તેમની જાન ઐરાવતી નદીને પાર કરતી હતી. એ સમયે દેવી-દેવતાઓએ પાર્વતીજીના લાડીલા એવા નાના પુત્ર ગણપતિજીના રૂપનો ઉપહાસ કર્યો, જેના કારણે રિસાઈને ગણેશજી નદી કાંઠે બેઠા રહ્યા. માતા પાર્વતીને પુત્ર ન મળતાં તેઓ પણ ઊંઝા સ્થાયી થયા. દેવતાઓએ બંનેને મનાવ્યા બાદ જાન સિદ્ધપુર પહોંચી હતી. (Credit: – Wikipedia)

2 / 6

આ પ્રચલિત દંતકથાના આધારે ઊંઝામાં ઉમિયા માતાનું સ્વરૂપ પ્રતિષ્ઠિત થયું. કહેવામાં આવે છે કે ઈ.સ. 156 (સંવત 212) માં રાજા વ્રજપાલ સિંહજીએ આ મંદિર બંધાવ્યું હતું. ત્યારથી કડવા પાટીદારો દ્વારા અહીં નિત્ય પૂજા-અર્ચના કરવામાં આવે છે.

3 / 6

પ્રાચીન કાળમાં મધ્ય એશિયાથી આર્ય સમાજ પંજાબ અને રાજસ્થાન થઈને ઈ.સ.પૂર્વે 1200 થી 1250 ની વચ્ચે ગુજરાતમાં સ્થાયી થયો, જ્યાં તેમણે પાટીદાર તરીકે ઓળખાયા. ભલે તેઓ ક્યા પણ વસ્યા, તેમણે પોતાની કુળદેવી ઉમિયા માતાની પૂજા ચાલુ રાખી.વેદોમાં સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી તરીકે દર્શાવાયેલી ઉષાદેવીને ઉમાદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. દંતકથા પ્રમાણે ઊંઝામાં ઉમિયા માતાનું પ્રાચીન સ્થાનક ભગવાન શિવના હસ્તે સ્થાપિત થયું હતું.

4 / 6

નવેમ્બર 2009માં, ઊંઝા ખાતે આવેલા ઉમિયા માતાના મંદિરે તેની રજત જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મંદિરના નવીનીકરણ માટે ઉદ્યોગપતિઓ અને ખેડૂતો તરફથી ઉદાર દાન મળ્યું હતું. આ પ્રસંગે હજારો કડવા પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા.

5 / 6

આજના યુગમાં પાટીદાર સમાજના ઘણા સભ્યો વિદેશમાં સ્થાયી થયા છે. પરિણામે અમેરિકા, કેનેડા, યુકે જેવા દેશોમાં પણ તેઓએ ઉમિયા માતાના મંદિરો અને સમાજહિતે કાર્ય કરતી સંસ્થાઓની સ્થાપના કરી છે, જે ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું પ્રતિક બની રહી છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

6 / 6

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *