વિશેષત્વે, જેમને ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે, એમણે વધારે સાવચેતી રાખવી જોઈએ. આવા લોકોને તડકામાં અચાનક જવાથી બ્રેન હેમરેજ કે હાર્ટ એટેક જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. લાંબા સમય સુધી એસીમાં રહીને તડકામાં નીકળવાથી ચક્કર આવવી, ગભરાટ થવો, ઉલ્ટી થવી કે ધબકારા વધી જવા જેવી લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.