આજકાલ લોકોનું જીવન ઘણું તણાવભર્યું બની ગયું છે અને એના કારણે ઘણીવાર માથાનો દુખાવો રહે છે. ઘણા લોકોને માઈગ્રેનની સમસ્યા હોય છે, જેના કારણે વારંવાર માથામાં દુખાવો થાય છે. સામાન્ય રીતે માથાના દુખાવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, પણ મોટાભાગના કેસમાં એ ગંભીર નથી. ઘણીવાર તણાવ, ઊંઘની ઉણપ, આંખોની થાક, ડિહાઈડ્રેશન, બદલાતું વાતાવરણ કે ગેસની સમસ્યાથી પણ માથાનો દુખાવો થઈ શકે છે. ઘણા લોકો દવા લઈને દુખાવામાંથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરે છે, પણ ઘણા ઘરેલુ ઉપાયો પણ છે, જેનાથી આરામ મળી શકે છે. આ ઉપાયો તમે સરળતાથી અપનાવી શકો છો.

