11 માર્ચના રોજ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ મિથુન રાશિમાં માર્ગી થશે. ગુરુ લગભગ 9 મહિના બાદ એટલે 13 ડિસેમ્બર સુધી માર્ગી ચાલશે. ત્યારબાદ ફરી વક્રી થઈ જશે. ગુરુ આ સમયે અતિચારી અવસ્થામાં છે અને આ જ સ્થિતિમાં પોતાની સીધી ચાલ શરુ કરશે. વૈદિક જ્યોતિષ અનુસાર, ગુરુને શિક્ષા, સંતાન, ધન, લીડર, વિવાહ, ભાગ્ય વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે.

