Final Up to date:
Farooq Abdullah Assault: નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા (Farooq Abdullah) પર હુમલો થતાં ભારે હડકંપ મચી ગયો છે. પોલીસ તપાસમાં આરોપીની ઓળખ કમલસિંહ જામવાલ (ઉં.વ 65) તરીકે થઈ છે, જે જમ્મુના પુરાની મંડી વિસ્તારનો રહેવાસી છે. પૂછપરછમાં કમલસિંહે ચોંકાવનારા ખુલાસા કર્યા.
Farooq Abdullah Assault: નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા (Farooq Abdullah) પર હુમલો થતાં ભારે હડકંપ મચી ગયો છે. ફારુક અબ્દુલ્લા પર હુમલો જમ્મુના ગ્રેટર કૈલાશમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન થયો હતો, જ્યાં ફારૂક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ સુરિંદર ચૌધરી સાથે પહોંચ્યા હતા. અચાનક ભીડમાંથી એક વ્યક્તિ પાછળથી આવ્યો અને પિસ્તોલથી ફાયરિંગ કર્યું. જોકે, સુરક્ષાકર્મીઓની સતર્કતાને કારણે તેમને ગોળી વાગી નહીં અને સુરક્ષાકર્મીઓએ ફાયરિંગ કરનારને ઝડપી લીધો.
પોલીસ તપાસમાં આરોપીની ઓળખ કમલસિંહ જામવાલ (ઉં.વ 65) તરીકે થઈ છે, જે જમ્મુના પુરાની મંડી વિસ્તારનો રહેવાસી છે. પૂછપરછમાં કમલસિંહે ચોંકાવનારા ખુલાસા કર્યા. તેણે પોલીસને જણાવ્યું કે, ‘હું છેલ્લા 20 વર્ષથી ફારૂક અબ્દુલ્લાને મારવાની રાહ જોઈ રહ્યો હતો. આજે મોકો મળ્યો પણ તેઓ બચી ગયા.’ આ નિવેદન તેણે પોતાની ધરપકડ બાદ આપ્યું હતું.
પોલીસનું કહેવું છે કે, કમલસિંહ પાસે લાઇસન્સવાળી પિસ્તોલ હતી અને તે કથિત રીતે નશામાં પણ હતો. પોલીસે તેની પાસેથી હથિયાર જપ્ત કરી લીધું છે. હાલ તેની વધારે પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ તેના બેકગ્રાઉન્ડ, સંપર્કો અને માનસિક સ્થિતિની પણ તપાસ કરી રહી છે.
बड़ी खबर-
जम्मू में पूर्व मुखमंत्री फारूक अब्दुल्लाह पर एक शादी समारोह में फायरिंग । गोली चली। बाल बाल बचे। डिप्टी सीएम सुरेंद्र चौधरी भी साथ थे।
हमलावर कमल सिंह जामवाल गिरफ्तार! pic.twitter.com/1qkBWGwjho— Narendra Nath Mishra (@iamnarendranath) March 11, 2026
જ્યારે ફારૂક અબ્દુલ્લા લગ્ન પ્રસંગમાથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે CCTVમાં દેખાય છે કે આરોપી કમલસિંહ પાછળથી આવે છે, પિસ્તોલ માથાની બાજુમાં લગાવે છે અને ગોળી ચલાવે છે. આ દરમિયાન NSG અને J-Okay પોલીસના કમાન્ડો તરત જ તેના હાથને ધક્કો મારે છે, જેથી ગોળી ટાર્ગેટ ચૂકી જાય છે. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ તેને દબોચી લે છે. આ ઘટના બાદ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે,
હુમલા બાદ ફારૂક અબ્દુલ્લાહના પુત્ર અને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એક્સ પર લખ્યું, “એક માણસ લોડેડ પિસ્તોલ સાથે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી તેમની પાસે આવ્યો અને ગોળી ચલાવી. અલ્લાહનો આભાર, મારા પિતા બચી ગયા. સવાલ એ ઊભો થાય છે: Z+ સિક્યોરિટી અને NSG સુરક્ષા વચ્ચે કોઈ વ્યક્તિ પૂર્વ સીએમની આટલી નજીક કોઈ કેવી રીતે પહોંચી?” તેમણે સુરક્ષા ચૂક પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને ઉચ્ચ-સ્તરીય તપાસની માંગ કરી છે.
Allah is type. My father had a really shut shave. The main points are sketchy for the time being however what is understood is {that a} man with a loaded pistol was in a position to get inside level clean vary & discharge a shot. It was solely the shut safety group that deflected the shot & ensured that… https://t.co/hYBe64Eigl
— Omar Abdullah (@OmarAbdullah) March 11, 2026
હુમલામાં ડેપ્યુટી સીએમ સુરિંદર ચૌધરીને પણ નાની-મોટી ઈજા થઈ હતી, જેમને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી. જમ્મુ પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો રોયલ પાર્ક, ગ્રેટર કૈલાશ, જમ્મુમાં લગ્ન પ્રસંગ દરમિયાન થયો હતો. સુરક્ષા દળે તરત એક્શન લઈને હુમલાખોરને કાબૂમાં લીધો. આરોપીનું નામ કમલ સિંહ છે. તેની પિસ્તોલ જપ્ત કરી લેવામાં આવી છે અને વિગતવાર તપાસ ચાલુ છે.
Jammu and Kashmir
Mar 12, 2026 11:57 AM IST

