Examination Suggestions: 10-12 દિવસમાં તૈયારી કેવી રીતે કરવી? વિદ્યાર્થીઓ માટે માસ્ટર પ્લાન જાહેર

Examination Suggestions: 10-12 દિવસમાં તૈયારી કેવી રીતે કરવી? વિદ્યાર્થીઓ માટે માસ્ટર પ્લાન જાહેર

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

Board examination preparation: બોર્ડની પરીક્ષા નજીક આવતાં વિદ્યાર્થીઓમાં ચિંતા વધી રહી છે, ત્યારે વિરાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હરેન્દ્ર ડોડીયાએ પરીક્ષા પહેલાં, દરમિયાન અને પછી શું કરવું તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. માત્ર 10 થી 12 દિવસમાં તૈયારી કેવી રીતે કરવી, પેપરનો ડર કેવી રીતે દૂર કરવો અને આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો તે અંગે તેમણે વિદ્યાર્થીઓને સફળતાનો મંત્ર આપ્યો છે.

+

ધોરણ

ધોરણ 10ની પરીક્ષાનું માર્ગદર્શન

રાજકોટ: વિદ્યાર્થી જીવનનો સૌથી મહત્વપૂર્ણ પડાવ એટલે બોર્ડની પરીક્ષા. ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ પ્રથમ મોટો અનુભવ હોય છે. આવી સ્થિતિમાં યોગ્ય આયોજન, સકારાત્મક વિચારધારા અને શાંત મન ખૂબ જ જરૂરી બને છે. વિરાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હરેન્દ્ર ડોડીયા વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલાં, દરમિયાન અને પછી શું કરવું તે અંગે ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.

પ્રિન્સિપાલ હરેન્દ્ર ડોડીયા કહે છે કે ટૂંક સમયમાં જ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ આવી જશે અને હવે પરીક્ષા શરૂ થવા માટે માત્ર 10 થી 12 દિવસ જ બાકી રહ્યા છે. પરીક્ષાની તૈયારીને ત્રણ તબક્કામાં વહેંચવી જોઈએ. પરીક્ષા પહેલાં શું કરવું, પરીક્ષા દરમિયાન શું કરવું અને પરીક્ષા પછી શું કરવું.

પરીક્ષા પહેલાં સૌથી મહત્વપૂર્ણ છે યોગ્ય આયોજન. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ બોર્ડની પ્રથમ પરીક્ષા છે, તેથી થોડી ગભરાટ સ્વાભાવિક છે. પરંતુ પરીક્ષાને ડર તરીકે નહીં, તહેવાર તરીકે જોવી જોઈએ. જીવનમાં જે ઘટના પ્રથમવાર બને છે તે જીવનભર યાદ રહે છે. આ બોર્ડ પરીક્ષા પણ એવો જ એક યાદગાર અનુભવ બની શકે છે.

ધોરણ 10ના વિદ્યાર્થીઓને કુલ 6 પેપર છે, ધોરણ 12 કોમર્સને 7 પેપર અને વિજ્ઞાન પ્રવાહને 5 પેપર છે. આ બાકી રહેલા 10-12 દિવસમાં વિદ્યાર્થીઓએ સૌપ્રથમ પોતાનું ટાઈમ ટેબલ તૈયાર કરવું જોઈએ. બોર્ડના પેપરના ક્રમ મુજબ સમય ફાળવવો જોઈએ. જે વિષયમાં વધારે મહેનત જરૂરી હોય તેમાં વધુ સમય આપવો અને જે વિષય સરળ લાગે તેમાં થોડો ઓછો સમય ફાળવવો. આ રીતે આયોજન કરવાથી બધા વિષયો સમતોલ રીતે તૈયાર થઈ શકે છે.

તેઓ ખાસ કહી રહ્યા છે કે પરીક્ષા સકારાત્મક વલણ સાથે આપવી ખૂબ જરૂરી છે. અફવાઓ પર વિશ્વાસ ન કરવો. પ્રશ્નપત્રો પાઠ્યપુસ્તકમાંથી જ પૂછવામાં આવે છે, તેથી ખોટી ચિંતા કરવાની જરૂર નથી. પેપર સેટિંગમાં સામાન્ય રીતે 50 ટકા પ્રશ્નો સરળ, 35 ટકા મધ્યમ અને 15 ટકા થોડા કઠિન હોય છે. એટલે વિદ્યાર્થીએ આત્મવિશ્વાસ ગુમાવવો નહીં. 26 તારીખથી જ્યારે પરીક્ષા શરૂ થાય ત્યારે પ્રથમ પેપર માટે 24 અને 25 તારીખ ખાસ ફાળવવી. ટાઈમ ટેબલ એ રીતે ગોઠવવું કે પહેલું પેપર મજબૂત રીતે તૈયાર થાય. પહેલું પેપર સારું જાય તો આત્મવિશ્વાસ બમણો થઈ જાય છે અને આગળના પેપરો સરળ લાગે છે. બોર્ડ દ્વારા મોટાભાગના પેપર વચ્ચે એક દિવસની રજા આપવામાં આવી છે. આ સમયનો યોગ્ય ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ રિવિઝન કરવું, ભૂલ સુધારવી અને આગામી પેપર માટે તૈયાર થવું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *