Dhurandhar 2 એ રિલીઝ પહેલાં બનાવ્યો રેકોર્ડ, ડાયરેક્ટર આદિત્ય ઘરે ફાઇનલ કરી મેઘા ડીલ; જાણો કેટલી કમાણી કરી

Dhurandhar 2 એ રિલીઝ પહેલાં બનાવ્યો રેકોર્ડ, ડાયરેક્ટર આદિત્ય ઘરે ફાઇનલ કરી મેઘા ડીલ; જાણો કેટલી કમાણી કરી

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

‘ધુરંધર’ મૂવીનો ક્રેઝ હજુ પણ દર્શકોની વચ્ચે ઓછો થયો નથી ત્યાં મેકર્સે લેટેસ્ટમાં ‘ધુરંધર 2’ નું ટીઝર રિલીઝ કરીને ફેન્સને ખુશ કરી દીધા હતા. જો કે રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ એ રિલીઝ પહેલાં જ આ રેકોર્ડ પોતાનાં નામે કરી લીધો છે.

આ અપકમિંગ ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.
આ અપકમિંગ ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.

આદિત્ય ઘરનાં નિર્દેશનમાં બનેલી ‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી છે. કમાણીનાં મામલે એક નવો ઇતિહાસ રચી દીધો છે. રણવીર સિંહ સ્ટારર થ્રિલર બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ બની ગઇ છે. ‘ધુરંધર’ મૂવીએ બોક્સ ઓફિસ પર 1300 કરોડથી પણ વધારે કમાણી કરી છે અને હવે ઓટીટી પર છવાઇ ગઇ છે. ઓટીટી પર પણ ફિલ્મને જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

હવે રણવીર સિંહની ‘ધુરંધર 2’ એ નવો કમાલ કરી દીધો છે. થોડાં દિવસો પહેલાં મેકર્સે ફિલ્મનું ટીઝર જારી કર્યું હતું અને હવે રિલીઝ પહેલાં જ ‘ધુરંધર 2’ તેમજ ‘ધુરંધર: ધ રિવેન્જ’ એક મોટો રેકોર્ડ બનાવી દીધો છે. આ ફિલ્મનાં નિર્દેશક આદિત્ય ઘરે લેટેસ્ટમાં એક મોટી ડીલ ફાઇનલ કરી છે.

‘ધુરંધર 2’ એ રિલીઝ પહેલાં કરી બમ્પર કમાણી

‘ધુરંધર: ધ રિવેન્જ’ 19 માર્ચનાં રોજ રિલીઝ થશે. જો કે આ પહેલાં ફિલ્મએ 245 કરોડની કમાણી કરી લીધી છે. પિંકવિલાનાં રિપોર્ટ અનુસાર આદિત્ય ઘરનાં ફિલ્મની સીક્વલ એટલે કે ધુરંધર 2 એ નોન થિએટ્રિકલ રાઇટ્સથી 245 કરોડની કમાણી કરી છે. આ સાથે હિન્દી સિનેમાની સૌથી મોટી ડીલ્સમાં નંબર વન બની ગઇ છે. રિપોર્ટ્સ અનુસાર જિયો હોટસ્ટારે ‘ધુરંધર 2’ નાં ડિઝિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ 150 કરોડમાં ખરીદી લીધા છે. ફિલ્મનાં સેટેલાઇટ રાઇટ્સ (દરેક ભાષાઓમાં) સ્ટાર નેટવર્કે ખરીદ્યા છે અને એનો આંકડો 50 કરોડમાં છે.

મ્યૂઝિક રાઇટ્સે પણ કરી બમ્પર કમાણી

ફિલ્મનાં મ્યૂઝિકલ રાઇટ્સની વાત કરવામાં આવે તો આદિત્ય ઘરની આ ડીલ ટી-સીરિઝની સાથે પાકી થઇ ગઇ છે અને આ ડીલ 45 કરોડમાં ડન થઇ છે. એટલે કે ફિલ્મએ રિલીઝ પહેલાં જ 245 કરોડની કમાણી કરી લીધી છે. છેલ્લાં કેટલાક વર્ષોથી સેટેલાઇટ રેવન્યૂમાં કમી આવી છે, પરંતુ ધુરંધરને મળેલાં રિસ્પોન્સને કારણે સ્ટાર નેટવર્કે મોટી રકમમાં આના સેટેલાઇટ રાઇટ્સ ખરીદ્યા છે. આ સાથે ધુરંધર 2 આ સમયની સૌથી વધારે નોન-થિએટ્રિકલ વેલ્યુએશન ડીલની ફિલ્મ બની ગઇ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *