CBSE twelfth Examination Postponed : ઈરાન-ઈઝરાયલ યુદ્ધની વિદ્યાર્થીઓ પર અસર, મિડલ-ઈસ્ટમાં CBSE ધોરણ 12ની પરીક્ષા મોકૂફ

CBSE twelfth Examination Postponed : ઈરાન-ઈઝરાયલ યુદ્ધની વિદ્યાર્થીઓ પર અસર, મિડલ-ઈસ્ટમાં CBSE ધોરણ 12ની પરીક્ષા મોકૂફ

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

CBSE twelfth Examination Postponed : ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા યુદ્ધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું છે, ત્યારે CBSE બોર્ડે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મિડલ ઇસ્ટના કેટલાક દેશોમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા સ્થગિત કરી દીધી છે.

મિડલ ઈસ્ટમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા સ્થગિત
મિડલ ઈસ્ટમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા સ્થગિત

CBSE twelfth Examination Postponed : ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના લીધે સમગ્ર મિડલ-ઈસ્ટમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. યુદ્ધ દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલ ઈરાન પર સતત હુમલા કરી રહ્યા છે. બીજી બાજુ, ઈરાન પર વળતો જવાબ આપતા ઈઝરાયેલ અને કતાર, સાઉદી અરેબિયા અને UAE જેવા દેશોમાં અમેરિકાના સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવી રહ્યું છે. આ દરમિયાન CBSE બોર્ડે યુદ્ધની ગંભીરતાને ધ્યાને લઈને મિડલ-ઈસ્ટના કેટલાક દેશોમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.

બોર્ડના આ નિર્ણયનો ઉદ્દેશ્ય મિડલ-ઈસ્ટમાં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સ્થિતિને ધ્યાને લઈને લેવામાં આવ્યો છે. સીબીએસઈ દ્વારા જાહેર સત્તાવાર જાણકારી મુજબ, બહેરીન, ઈરાન, કુવેત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાત (UAE) માં 12 માર્ચ 2026 થી શરૂ થતી ધોરણ 12 ની પરીક્ષા હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. આ દેશોમાં યોજાનારી પરીક્ષાને હાલ 16 માર્ચ 2026 સુધી ટાળી દેવામાં આવી છે. જોકે, આ પરીક્ષાઓની નવી તારીખ પછીથી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ અને શાળામાંથી મળતી સૂચનાઓ પર ધ્યાન રાખે અને તેનો અમલ કરે.

વિદ્યાર્થીઓ સુરક્ષિત રહે તે સૌથી વધુ જરૂરી

CBSE એ તેના નિવેદનમાં કહ્યું છે કે – આ નિર્ણય ક્ષેત્રમાં વર્તમાન સ્થિતિ અને વિદ્યાર્થીઓની માનસિક ચિંતાને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. બોર્ડનું માનવું છે કે, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓનું માનસિક રીતે શાંત રહેવું ખૂબ જ જરૂરી છે. જો પરિસ્થિતિઓ અનુકૂળ નહીં હોય, તો વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવી મુશ્કેલ થઈ શકે છે. આ કારણે બોર્ડે પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

14 માર્ચે લેવાશે નિર્ણય

બોર્ડે વધુમાં જણાવ્યું કે, 14 માર્ચ 2026 ના રોજ ક્ષેત્રની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે. જે પછી 16 માર્ચ પછી યોજાનારી પરીક્ષાઓ અંગે આગળનો નિર્ણય લેવામાં આવશે. જો સ્થિતિ સામાન્ય થઈ જાય છે, તો પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ તેમની તૈયારી મુજબ પરીક્ષા આપી શકે. હવે બધા વિદ્યાર્થીઓ બોર્ડ દ્વારા નવી તારીખ જાહેર થાય તેની રાહ જોઈ રહ્યા છે અને તેમણે પોતાની તૈયારી ચાલુ રાખી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *