કોલ ઈન્ડિયાના આ કરાર હેઠળ, KPI ગ્રીન એનર્જી 300 MWAC ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલાર પીવી પ્લાન્ટ સ્થાપિત કરશે. આ ઉપરાંત, ઓપરેશન અને જાળવણી સેવાઓ 5 વર્ષ માટે વ્યાપક ધોરણે સંચાલિત કરવામાં આવશે. કોલ ઈન્ડિયા તરફથી સમગ્ર ગ્રૂપને મળેલો આ સૌથી મોટો સિંગલ ઓર્ડર છે. આ કોન્ટ્રાક્ટની કિંમત 1311 કરોડ રૂપિયા છે.