
વૈદિક જ્યોતિષના અનુસાર, શનિ અને બુધ ગ્રહ મળીને નવપંચમ રાજયોગ રચશે, જેના પરિણામે કેટલીક રાશિઓના જીવનમાં શુભ પરિબળો પ્રવેશી શકે છે અને તેમને સફળતા પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. (Credit: – Canva)
1 / 7

વૈદિક જ્યોતિષ મુજબ, ગ્રહો સમયાંતરે પોતાનું સ્થાન બદલે છે અને કેટલીક અનુકૂળ સ્થિતીઓમાં શુભ રાજયોગ બનાવે છે, જે વ્યક્તિના જીવન પર તેમજ સમગ્ર જગત પર અસર છોડી શકે છે. આવું જ એક વિશેષ સંયોગ 28 જૂનના દિવસે બની રહ્યો છે. (Credit: – Canva)
2 / 7

જ્યારે બુધ અને શનિ ગ્રહ 120 ડિગ્રીના અંતરે આવીને ‘નવપંચમ રાજયોગ’ની રચના કરશે.આ ગ્રહયોગના કારણે કેટલીક રાશિઓ માટે શુભ સમય શરૂ થવાની શક્યતા છે. આ સમયગાળામાં તેમને નાણાકીય લાભ, કારકીર્દીમાં સફળતા અને પરિવારમાંથી ખુશખબરી મળી શકે છે. ચાલો જાણીએ કે આ શુભફળો કોને મળી શકે છે. (Credit: – Canva)
3 / 7

વૃષભ રાશિના લોકોને આ વિશિષ્ટ ગ્રહયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. આ સમયમાં વાહન અથવા મિલકત ખરીદવાની શક્યતાઓ દેખાઈ રહી છે. નોકરીમાં પ્રમોશન અથવા લોકોને નવો પ્રોજેક્ટ મળી શકે છે અથવા પ્રમોશનની તકો મળી શકે છે.વ્યાપારીઓ માટે પણ આ સમય લાભદાયક રહી શકે છે, કારણ કે નવા કરારો થશે અને આવકમાં વધારો થવાની સંભાવના છે. તમારી ઓળખ અને પ્રભાવ વધશે અને તમારું કામ લોકોમાં વખાણ મેળવશે. સાથે સાથે, આ સમયગાળો અચાનક નાણાકીય લાભ માટે પણ અનુકૂળ ગણાશે. કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હો, તો એ માટે પણ આ સમય શ્રેષ્ઠ હોઈ શકે છે.
4 / 7

આ ગ્રહયોગ તુલા રાશિના જાતકો માટે શુભપરિણામો આપી શકે છે. આ સમયમાં તમે સામાજિક રીતે વધુ લોકપ્રિય બની શકો છો અને સારા કર્યોના કારણે માન-સન્માન મેળવવાનો મોકો મળી શકે છે.વિદેશ જવાની તકો અથવા દૂરના વિસ્તારમાં નોકરીની તકો મળી શકે છે. ધાર્મિક કે સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી જાગૃતિ વધી શકે છે. સાથે સાથે, કોઈ શુભ સમાચાર મળવાનીશક્યતા છે.આર્થિક રીતે પણ આ સમય અનુકૂળ રહી શકે છે. સુવિધાઓમાં વધારો થશે અને તમારું આયોજન સફળતાપૂર્વક અમલમાં આવી શકે છે. સાથે જ, તમે ધન બચાવામાં પણ સફળ થશો.
5 / 7

કુંભ રાશિ લોકોને આ વિશિષ્ટ ગ્રહયોગના પ્રભાવથી તમારું નસીબ સાથ આપી શકે છે. આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે અને નોકરીમાં પ્રમોશનનો મોકો પણ મળી શકે છે. અટવાયેલા કામો ફરીથી ગતિ પકડશે અને પૂર્ણતા તરફ આગળ વધી શકે છે.આ સમયગાળામાં તમારું આરામદાયક જીવન વધુ સુવિધાસભર બની શકે છે. તમે સમાજમાં વધુ પ્રતિષ્ઠિત બની શકો છો અને તમારું પ્રભાવક્ષેત્ર વિસ્તરી શકે છે. તમે જે કાર્ય શરૂ કરશો તેમાં સફળ થવાની તકો વધારે રહેશે અને તમારી ઘણી ઇચ્છાઓ પણ આ સમય દરમિયાન પૂરી થઈ શકે છે.
6 / 7

( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )
7 / 7
શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.