Final Up to date:
આલિયા ભટ્ટ, શરવરી વાઘ, બોબી દેઓલ અને અનિલ કપૂર સ્ટારર આલ્ફા મૂવીની રિલીઝ ડેટ સામે આવી ગઇ છે. આમ, વાત કરવામાં આવે તો આ મૂવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.
યશરાજ ફિલ્મ્સની અપકમિંગ મૂવી ‘અલ્ફા’ને લઇને ચાલી રહેલી તમામ અટકળો પર વિરામ લાગી ગયો છે. આલિયા ભટ્ટ, શરવરી વાઘ, બોબી દેઓલ અને અનિલ કપૂર જેવા સિતારાઓથી સજ્જ આ ફિલ્મની રિલીઝને લઇને છેલ્લાં ઘણાં સમયથી જાતજાતની ખબરો સામે આવી હતી. પહેલાં આ મૂવી વર્ષ 2025 માં રિલીઝ થવાની હતી, પરંતુ ત્યારબાદ ડેટમાં ચેન્જિસ થયા અને એપ્રિલ 2026 થઇ. આટલું જ નહીં ત્રીજી વાર પણ તારીખ બદલાઇ હતી. આ વચ્ચે, સોશિયલ મીડિયા પર એવી ખબર હતી કે ફિલ્મ થિયેટરની જગ્યાએ માત્ર ડિઝિટલ પ્લેટફોર્મ પર જ રિલીઝ થઇ શકે છે. આ કારણે ફેન્સ નિરાશ થઇ ગયા હતા. પરંતુ હવે આ બધી વાત પર ફૂલ સ્ટોપ લાગી ગયું છે અને મોટી અપડેટ સામે આવી છે.
સામે આવી રિલીઝ ડેટ
મેકર્સ આ બધી અફવાઓને નકારતા ફિલ્મ ‘અલ્ફા’ નાં રિલીઝ ડેટનું ઓફિશિયલી રીતે એલાન કરી દીધું છે. આ ફિલ્મ 10 જુલાઇ વર્ષ 2026 માં રિલીઝ થશે. આલિયા ભટ્ટે પોતે પણ આ ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, ‘ALPHA 10.07.2026 સિનેમાઘરોમાં મળીએ.’ આ પોસ્ટ જોયા પછી ફેન્સ ઉત્સાહિત થઇ ગયા છે.
પોસ્ટ પર ફેન્સે અનેક કોમેન્ટ્સ કરી છે, જેમાં એક ફેને લખ્યું છે કે, ફાઇનલી હવે રિલીઝ ડેટ સામે આવી ગઇ છે. આ સાથે બીજા એક ફેને લખ્યું છે કે, આલિયાનો એક્શન અવતાર જોવા મળશે. ધ રેલવે મેન ફેમ નિર્દેશક શિવ રવૈલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ YRF સ્પાઇ યુનિવર્સની પહેલી ફીમેલ લીડ જાસૂસી ફિલ્મ છે, જે કહાનીને ખાસ બનાવે છે.
ઉલ્લેખનીય છે કે થોડાં દિવસો પહેલાં એવી વાત સામે આવી હતી કે, ફિલ્મ ‘Alpha’ ના સેટ પર કોઈ કારણોસર આલિયા ભટ્ટ અને બોબી દેઓલની વચ્ચે ઝઘડો થયો હતો. આ કારણે સેટનો માહોલ ખરાબ થઈ ગયો હતો. 123 Telugu ના રિપોર્ટ અનુસાર ફિલ્મનાં એક સીનને લઈને આલિયા બોબી દેઓલ સાથે ઝઘડી હતી.
દાવો કરવામાં આવ્યો હતો કે, આલિયા ફિલ્મનાં એક સીનમાં ચેન્જિસ કરવા ઈચ્છતી હતી. આલિયાને સીન ચેન્જ કરવાની જરૂર લાગતી હતી અને બોબી દેઓલને આ સીન બદલવાની જરૂર લાગતી નહોતી. આ કારણે બંને એમની વાત પર ટકી રહ્યા હતા અને પછી અંતમાં ઝઘડી પડ્યાં. આ નાની વાત પર મોટો ઝઘડો થયો હતો અને આખરે બંને એકબીજાની સાથે બોલવાનું બંધ કરી દીધું હતુ. આ કારણે સેટ પરનો માહોલ ખરાબ થઈ ગયો હતો. જો કે આ વાતને લઇને કોઇ ઓફિશિયલી સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી.
Mumbai,Maharashtra
Mar 09, 2026 12:40 PM IST

