mass marriage ceremony rip-off in Madhya Pradesh : મધ્ય પ્રદેશને ફરી એક ઘટનાને કારણે ચર્ચામાં લાવ્યું છે. મધ્ય પ્રદેશમાં 42 જેટલા વરરાજાઓ તેમના લગ્ન માટે સજી ધજીને પહોંચ્યા હતા. જોકે દૂલ્હનો ત્યાં પહોંચી જ ન હતી. બાદમાં તેમને સમજાયું કે તેઓ નકલી લગ્ન કૌભાંડનો ભોગ બન્યા છે.
રવિવારે દેવાસમાં જે બન્યું તે માત્ર નાણાકીય છેતરપિંડીનો કેસ નથી. પોલીસના જણાવ્યા અનુસાર દેવસ અને આસપાસના ગામડાઓ અને નાના શહેરોમાંથી આવેલા ડઝનેક પુરુષો માટે આ સાર્વજનિક અપમાનજનક હતું, જેઓ વિચારતા હતા કે તેઓ લગ્ન કરવાના છે. સાંજ સુધી લગ્નના સ્થળે ગુસ્સો અને અવિશ્વાસનો માહોલ હતો જ્યારે પરિવારોને ખ્યાલ આવ્યો કે તેઓ એક મોટા સુનિયોજિત કૌભાંડમાં ફસાઈ ગયા છે. ઈન્દોરના એક અનાથાશ્રમમાંથી દુલ્હનો લાવવાના બહાને આ લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.
મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે – પોલીસ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ સૂચવે છે કે આ કેસ લગ્નના નામે સંગઠિત છેતરપિંડી સાથે સંબંધિત છે. બેંક નોટ પ્રેસ પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રીતિ કટારેએ જણાવ્યું હતું કે અમને ઘણા યુવાનોની ફરિયાદો મળી છે. આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. જે અનાથાશ્રમના નામનો કથિત રુપે ઉપયોગ કરવામાં આવ્યો તેની સાથે જોડાયેવા દાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
દરેક વરરાજાએ વચેટિયાઓને 15000 રૂપિયાથી લઈને 25000 રૂપિયા સુધીની રકમ આપી હતી. આ વચેટિયાઓએ દેવાસમાં ‘સામૂહિક લગ્ન સમારોહ’ યોજવાનું વચન આપ્યું હતું. કેટલાક લોકોને મોબાઇલ ફોન પર પહેલાથી જ દુલ્હનોની તસવીરો બતાવવામાં આવી હતી. જ્યારે કેટલાક અન્યને ખાતરી આપવામાં આવી હતી કે મહિલાઓ ગરીબ અથવા અનાથ છે અને તરત જ લગ્ન માટે તૈયાર છે.
રજિસ્ટ્રેશન ફી તરીકે 25,000 રૂપિયા લેવામાં આવ્યા હતા
હરિનિયાકલા ગામથી આવેલા રાહુલે જણાવ્યું હતું કે અમારા દરેક પાસેથી રજિસ્ટ્રેશન ફી તરીકે 25,000 રૂપિયા લેવામાં આવ્યા હતા. અમને કહેવામાં આવ્યું હતું કે દુલ્હનો ઇન્દોરના માતૃ છાયા આશ્રમની છે. જ્યારે અમે ફોટા માંગ્યા ત્યારે આયોજકોએ અમને સોશિયલ મીડિયા પરથી ડાઉનલોડ કરેલા મોડેલોના ફોટા મોકલ્યા હતા. તેમણે કહ્યું કે એક દિવસ પહેલા દેવાસ પહોંચો અને બીજા દિવસે સામૂહિક લગ્ન થશે. દહેજની વસ્તુઓ પણ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ ન હતું અને બાદમાં બધા ફોન બંધ થઈ ગયા હતા.
સાદા કપડાંમાં આવવાની સૂચના આપવામાં આવી હતી
લગ્ન કરવા આવેલા એક વરરાજા અશોકે જણાવ્યું હતું કે તેમને સાદા કપડાંમાં આવવાની સૂચના આપવામાં આવી હતી કારણ કે તેમને કહેવામાં આવ્યું હતું કે વરરાજાના કપડાં અને લગ્નની વિધિ સાથે સંબંધિત અન્ય તમામ વસ્તુઓ ત્યાં આપવામાં આવશે. તેણે કહ્યું હતું કે તેઓએ અમને ખાસ કરીને કહ્યું હતું કે આવતા પહેલા હળદર અથવા મહેંદી ન લગાવો કારણ કે તમામ ધાર્મિક વિધિઓ સ્થળ પર જ કરવામાં આવશે.
ભોપાલથી પોતાના પરિવાર સાથે આવેલા ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે તેમણે પોતાના મોબાઇલ ફોન પર મોકલેલી તસવીરોના આધારે દુલ્હનોની પસંદગી કરી હતી.
ઈરાને સમજુતીમાં વિલંબ થવા પર ટીકા કરી, કહ્યું – અમેરિકા વારંવાર પોતાનું વલણ બદલી રહ્યું છે
લગ્ન કરવા આવેલા એક વ્યક્તિની બહેન રાજકુમારીએ જણાવ્યું હતું કે અમે મારા ભાઈના લગ્ન માટે ઓનલાઇન દસ્તાવેજો સબમિટ કર્યા હતા. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે આયોજકો કહેતા રહ્યા કે મેડમ દુલ્હનોને લઈ આવી રહ્યા છે પરંતુ મધ્યરાત્રિ સુધી કોઈ આવ્યું નહીં. તેમણે કહ્યું કે ઘણા વરરાજાઓએ અહીં આવવા માટે કાર ભાડે લીધી હતી અને ઘણા પરિવારોએ લગ્ન માટે સંબંધીઓ અને મહેમાનોને પણ આમંત્રણ આપ્યું હતું. છેવટે બધાને અપમાન અને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના 24 મે ના રોજ પ્રકાશમાં આવી હતી અને છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે મુખ્ય આરોપી મુકેશ અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. અમે તેમની મોડસ ઓપરેન્ડીની તપાસ કરી રહ્યા છીએ. આરોપીઓ વિદિશા જિલ્લાના હોવાથી વધુ માહિતી મેળવવા માટે ત્યાં એક ટીમ મોકલવામાં આવી છે.
