Raghav Chadha vs AAP : રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ફરી એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે ગઈકાલથી મારી સામે સ્ક્રિપ્ટેડ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં એક જેવી ભાષા છે, એક જેવી વાત અને એક જેવા આરોપો છે. તે કોઈ સંયોગ નથી, તે એક સંકલિત હુમલો છે. પહેલાં તો મને લાગ્યું કે મારે તેનો જવાબ ન આપવો જોઈએ, પછી મને લાગ્યું કે જો કોઈ ખોટું સો વાર બોલવામાં આવે તો લોકો માની લેશે. તેથી મેં વિચાર્યું કે હું જવાબ આપીશ.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ ત્રણ આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે આ ત્રણેય આક્ષેપોને કારણે અમે રાઘવ ચઢ્ઢાને સંસદમાં બોલવાની તક નહીં આપીએ. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે હું તમારી સાથે આ ત્રણ મુદ્દાઓ પર વાત કરવા માંગુ છું.
આમ આદમી પાર્ટીના પહેલા આરોપનો રાઘવે આપ્યો જવાબ
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે મારી સામે પહેલો આરોપ એ છે કે જ્યારે વિપક્ષ સંસદમાંથી વોકઆઉટ કરે છે, ત્યારે રાઘવ ચઢ્ઢા ત્યાં બેસે રહી છે, વોક આઉટ કરતા નથી. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ એક ખુલ્લેઆમ સફેદ જુઠ્ઠાણું છે. તેમણે કહ્યું કે હું તેમને પડકાર આપું છું કે એક દિવસ એવો બતાવે જ્યારે વિપક્ષે વોક આઉટ કર્યું હોય અને મેં તેમનો સાથ આપ્યો ન હોય.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે સંસદમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા છે. તમે સીસીટીવી કેમેરા કાઢો અને તેને બતાવો. દૂધનું દુ:ખ અને પાણીનું પાણી થઇ જશે.
બીજા આરોપનો જવાબ
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે બીજો આરોપ એ છે કે રાઘવ ચઢ્ઢાએ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની અરજી પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો? રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આમ આદમી પાર્ટીનું આ બીજું સફેદ જુઠ્ઠાણું છે. રાઘવે કહ્યું કે આમ આદમી પાર્ટીના કોઈ નેતાએ મને આના પર સહી કરવાનું કહ્યું નથી. ન તો ઔપચારિક રીતે કે ના અનૌપચારિક રીતે.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના કુલ 10 સાંસદો છે. જેમાંથી છ-સાત સાંસદોએ જાતે આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા નથી. તો આમાં મારો શું વાંક છે? મારા પર તમામ દોષ કેમ નાખવામાં આવી રહ્યો છે? તેમણે કહ્યું કે રાજ્યસભામાં આ પ્રસ્તાવ માટે કુલ 50 સહીઓની જરૂર છે. તેમણે કહ્યું કે રાજ્યસભામાં વિપક્ષના કુલ 105 સાંસદો છે. જો આ પિટિશન માત્ર 50 વિપક્ષી સાંસદોની સહી સાથે પૂર્ણ થાય છે, તો પછી આટલો બધો શોર કેમ?
આમ આદમી પાર્ટીમાં આંતરિક સંઘર્ષ સામે આવ્યો, રાઘવ ચઢ્ઢા પર આતિશી અને સંજય સિંહે કર્યા સવાલો
ત્રીજા આરોપનો જવાબ પણ આપ્યો
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ મારી સામે ત્રીજો આક્ષેપ કર્યો હતો રાઘવ ચઢ્ઢા ડરી ગયા છે. તેથી જ તેઓ નકામા મુદ્દાઓ ઉઠાવે છે. ચઢ્ઢાએ કહ્યું કે પહેલી વાત તો એ કે હું બૂમો પાડવા, શોર મચાવવા, માઇક તોડવા અથવા ગાળો આપવા માટે સંસદમાં ગયો નથી. હું ત્યાં લોકોના પ્રશ્નો ઉઠાવવા ગયો છું. હું લોકો વિશે વાત કરવા ગયો છું.
मैं बोलना नहीं चाहता था, मगर चुप रहता तो बार-बार दोहराया गया झूठ भी सच लगने लगता।
Three Allegations. Zero Fact.
My Response: pic.twitter.com/tPdjp04TLt
— Raghav Chadha (@raghav_chadha) April 4, 2026
રાઘવ ચઢ્ઢાએ પૂછ્યું કે મેં કયા મુદ્દા ઉઠાવ્યો નથી. મેં જીએસટીથી લઈને આવકવેરાની વાત કરી હતી. પંજાબના પાણીથી લઇને દિલ્હીની હવાનો મુદ્દો ઉઠાવ્યો. સરકારી શાળાઓની સ્થિતિથી લઈને જાહેર આરોગ્યની સંસ્થાને કેવી રીતે મજબૂત કરવી તે સુધી. તેમણે ભારતીય રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની સમસ્યાઓ રજૂ કરી હતી. બેરોજગારીથી લઈને મોંઘવારી સુધી તમામ મુદ્દા ઉઠાવ્યા છે.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું – હું ઘાયલ છું, તેથી જ ઘાતક છું
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે તમે સંસદના મારા ચાર વર્ષના ટ્રેક રેકોર્ડને જુઓ. જે સંસદ કરદાતાઓના પૈસાથી ચાલે છે તે કરદાતાઓના મુદ્દા ઉઠાવવા હું ગયો છું. અંતમાં હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે જે લોકો આજે મારા પર ખોટા આરોપ લગાવી રહ્યા છે. આવા દરેક જુઠ્ઠાણાનો પર્દાફાશ થવો જોઈએ અને દરેક પ્રશ્નનો જવાબ મળવો જોઈએ. કારણ કે હું ઘાયલ છું, તેથી જ ઘાતક છું.
