PM Modi Assam Go to : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આસામ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના કોકરાઝાર જિલ્લામાં 4,570 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરો પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે સ્વદેશી લોકોની જમીન ઘૂસણખોરોને સોંપીને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકી દીધી છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસને પાઠ ભણાવો, સ્પષ્ટ સંદેશ આપો કે ઘૂસણખોરો માટે કોઈ સ્થાન નથી.
ત્રણ નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપી
પીએમ નરેન્દ્ર મોદીએ આસામ અને ઉત્તર પૂર્વોત્તર ક્ષેત્રમાં કનેક્ટિવિટી સુધારવાના હેતુથી ત્રણ નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપી હતી. તેમાં કામાખ્યા-ચારલાપલ્લી અમૃત ભારત એક્સપ્રેસ સામેલ છે, જે પૂર્વોત્તર અને દક્ષિણ ભારત વચ્ચે સીધી રેલ કનેક્ટિવિટી પ્રદાન કરે છે, ગુવાહાટી-ન્યૂ જલપાઈગુડી એક્સપ્રેસ, જે આસામ અને પશ્ચિમ બંગાળ વચ્ચે કનેક્ટિવિટી વધારે છે અને નારંગી-અગરતલા એક્સપ્રેસ, જે આસામ અને ત્રિપુરા વચ્ચે કનેક્ટિવિટી સુધારે છે. જે મુસાફરો,વેપારીઓ અને પ્રવાસીઓ માટે રાજ્યો વચ્ચેની મુસાફરીને વધુ અનુકૂળ બનાવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખરાબ હવામાનને કારણે હું કોકરાઝાર આવી શકતો નથી. હું આપ સૌની માફી માગું છું. ગુવાહાટીથી જ તમારી સાથે વાતચીત શક્ય બની છે. હું તમને મળવા માટે દિલ્હીથી નીકળ્યો હતો, પરંતુ મારે ગુવાહાટીમાં જ ઉતરવું પડ્યું અને હવે અહીંથી તમારા દર્શન પણ રહ્યો છું, તમારી સાથે વાત કરી રહ્યો છું.
પીએમ મોદીએ કહ્યું કે જ્યાં પણ મારી નજર પહોંચી રહી છે મને લોકો જ લોકો દેખાય છે અને આટલી મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો પણ મને આશીર્વાદ આપવા આવી છે. તમારો આ પ્રેમ મારા માટે ઋણ સમાન છે અને મારો હંમેશા એ પ્રયાસ રહ્યો છે કે હું તમારી સેવા કરીને, આ ક્ષેત્રનો વિકાસ કરીને, આ ઋણ ચૂકવું.
ભાજપ-એનડીએની ડબલ એન્જિન સરકાર વિકાસ માટે સતત કામ કરી રહી છે
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપ-એનડીએની ડબલ એન્જિન સરકાર પણ આસામના વારસાની જાળવણી અને આસામના ઝડપી વિકાસ માટે સતત કામ કરી રહી છે. આજે આ કાર્યક્રમમાં જ આ વિસ્તારના વિકાસ માટે રૂ.4,500 કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ બોડોલેન્ડ રોડ પર થવા જઈ રહ્યો છે. આસામ માલા અભિયાનનો ત્રીજો તબક્કો આસામની રોડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે.
આ પણ વાંચો – પીરિયડ્સ લીવ પર સુપ્રીમ કોર્ટે કહ્યું- જો કાયદો બનાવવામાં આવશે તો મહિલાઓને કોઈ કામે રાખશે નહીં
પીએમે કહ્યું કે કોકરાઝાર સહિત આ સમગ્ર વિસ્તારે છેલ્લાં દાયકાઓમાં ઘણું સહન કર્યું છે, ઘણું ગુમાવ્યું છે. આપણે એ મુશ્કેલ સમય જોયો છે જ્યારે આ પહાડોમાં બોમ્બ અને બંદૂકની ગુંજ સંભળાતી હતી. પરંતુ આજે તસવીર બદલાઈ રહી છે. આજે બોડોલેન્ડ શાંતિ અને વિકાસના માર્ગે અગ્રેસર છે, આજે આસામ શાંતિ અને વિકાસનો નવો અધ્યાય લખી રહ્યું છે.
બોડોલેન્ડનો આ પ્રદેશ કોંગ્રેસના વિશ્વાસઘાતનો સાક્ષી રહ્યો છે
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દાયકાઓથી બોડોલેન્ડનો આ પ્રદેશ કોંગ્રેસના વિશ્વાસઘાતનો સાક્ષી રહ્યો છે. બોડોલેન્ડની ઘણી પેઢીઓને કોંગ્રેસે ખોટા સપનામાં ફસાવી રાખી હતી. દિલ્હીની કોંગ્રેસ સરકારોએ માત્ર દેખાવ માટે કાગળના કરાર કર્યા હતા. તમે દેશ અને આસામ બંનેમાંથી કોંગ્રેસને હાંકી કાઢી, ભાજપ-એનડીએને તક આપી, ત્યારે અમે નિષ્ઠાવાન પ્રયાસો શરૂ કર્યા.
Kokrajhar is carefully related to the fantastic Bodo tradition. Addressing a programme by way of video conferencing through the launch of growth tasks geared toward boosting the area’s progress.
https://t.co/bPn06JBhwj— Narendra Modi (@narendramodi) March 13, 2026
પીએમે કહ્યું કે કોંગ્રેસ પોતાની સ્વાર્થી રાજનીતિ માટે વિવિધ સમુદાયોને વિભાજિત કરતી હતી, જ્યારે ભાજપે કાયમી શાંતિ માટે કામ કર્યું હતું. આવી વિચારધારા સાથે બોડો શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર પ્રથમ વખત તમામ મુખ્ય સંસ્થાઓ અને જૂથોને એકસાથે લાવ્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ખોટા વચનોની દુકાન છે અને ખોટા વચન સાથે 4 સુપર જુઠ ભેટમા આપે છે. કારણ કે કોંગ્રેસ તે વચનો પૂરા કરવાનો ઇરાદો નથી. બીજી તરફ તમારી સામે ભાજપ-એનડીએનું મોડલ છે. અમારી ડબલ એન્જિન સરકારે જે પણ કહ્યું છે તેને સાચું કરવાનો પ્રામાણિકપણે પ્રયાસ કર્યો છે.
