કચ્છ જિલ્લામાં’ઓનર કિલિંગ’નો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. નખત્રાણાના ખાંભલા ગામે એક કૂવામાંથી 2 મૃતદેહો મળી આવ્યા હતા. મહત્વનું છે કે થોડા સમય અગાઉ એક શખ્સે પોતાના પુત્રી ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આદરી હતી. જો કે પિતાનું વર્તન શંકાસ્પદ લાગતા પોલીસે તેમની કડક પૂછપરછ કરી હતી. જેને પગલે યુવતીનો પિતા ભાંગી પડ્યો હતો અને તેણે જ પોલીસને ગેરમાર્ગે દોરી હોવાની કબૂલાત કરી હતી. સાથે જ પિતાએ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું કે પિતાએ જ પુત્રી તથા તેના પ્રેમીની હત્યા કરીને લાશને કૂવામાં ફેંકી દીધી હતી. આમ સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જો કે ત્યારબાદ પોલીસ તથા ફાયરની ટીમ કેમેરાની મદદથી યુવક તથા યુવતીની લાશને ઓળખી હતી અને બંનેની લાશને કૂવામાંથી બહાર કાઢવા તજવીજ હાથ ધરી હતી. હાલ કચ્છ જિલ્લામાં બનેલી ઓનર કિલિંગની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
Source link
