આ શરમજનક, આવું પહેલા ક્યારેય નથી થયું: રાષ્ટ્રપતિ મુર્મૂના અપમાન પર પીએમ મોદી ગુસ્સે થયા

આ શરમજનક, આવું પહેલા ક્યારેય નથી થયું: રાષ્ટ્રપતિ મુર્મૂના અપમાન પર પીએમ મોદી ગુસ્સે થયા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

પીએમ મોદીએ આગળ કહ્યું કે, પશ્ચિમ બંગાળની ટીએમસી સરકારે બધી હદ પાર કરી દીધી. રાષ્ટ્રપતિના આ અપમાન માટે તેમનું એડમિનિસ્ટ્રેશન જવાબદાર છે.

News18
News18

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલનું ધ્યાન નહીં રાખવાને લઈને પ્રધાનમંત્રી મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે એક્સ પર કહ્યું કે આ શરમજનક અને પહેલા ક્યારેય નથી થયું. સૌ કોઈ જે ડેમોક્રેસી અને આદિવાસી સમુદાયના એમ્પાવરમેન્ટમાં વિશ્વાસ ધરાવે છે, તે નિરાશ છે. રાષ્ટ્રપતિજી, જે ખુદ એક આદિવાસી સમુદાયના છે, તેમણે જે દર્દ અને પીડા વ્યક્ત કરી છે, તેનાથી ભારતના લોકોના મનમાં બહુ દુ:ખ છે.

પીએમ મોદીએ આગળ કહ્યું કે, પશ્ચિમ બંગાળની ટીએમસી સરકારે બધી હદ પાર કરી દીધી. રાષ્ટ્રપતિના આ અપમાન માટે તેમનું એડમિનિસ્ટ્રેશન જવાબદાર છે. એ પણ એટલું જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સંથાલ કલ્ચર જેવા જરૂરી વિષયો સાથે પશ્ચિમ બંગાળ સરકાર આટલી લાપરવાઈ કરે છે. રાષ્ટ્રપતિની ઓફિસ પોલિટિક્સથી ઉપર છે અને આ ઓફિસની પવિત્રતાનું હંમેશા સન્માન થવું જોઈએ. આશા છે કે પશ્ચિમ બંગાળ સરકાર અને ટીએમસીમાં સમજદારી આવશે.

સ્વાગતમાં મમતા બેનર્જી ન આવતા રાષ્ટ્રપતિને નવાઈ લાગી

આ અગાઉ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે મમતા બેનર્જીને પોતાની નાની બહેન ગણાવી અને નવાઈ પામ્યા કે શું પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી કોઈ વાતને લઈને નારાજ છે, કેમ કે તેમની મુલાકાત દરમિયાન તેમના સ્વાગત કરવા ન તો મુખ્યમંત્રી આવ્યા, ન કોઈ અન્ય મંત્રી હાજર હતા. મુર્મૂએ સિલીગુડી નજીક બિધાનનગરમાં આદિવાસીઓની એક સભાને સંબોધન કરતા આ વાત કહી. રાષ્ટ્રપતિ દિવસમાં બાગડોગરા હવાઈ અડ્ડા નજીક ગોશાઈપુરમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા.

મમતા બેનર્જીએ શું કહ્યું હતું?

કોલકાતામાં એક વિરોધ પ્રદર્શન સ્થળ પર સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપ એટલી નીચે જતી રહી છે કે તે રાજ્યને બદનામ કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો ઉપયોગ કરી રહી છે. તેમણે એવું પણ કહ્યું કે, રાષ્ટ્રપતિને તેમના કાર્યક્રમમાં રાજ્યના પ્રતિનિધિઓની ગેરહાજરી વિશે આપેલી જાણકારી ખોટી હતી.

બેનર્જીએ આગળ કહ્યું કે ચૂંટણી પહેલા તેમના આવા કાર્યક્રમોમાં સામેલ થવું શક્ય નથી હોતું. તેમણે કહ્યું કે, જો તમે વર્ષમાં એક વાર આવો છો તો હું આપનું સ્વાગત કરી શકું છું, પણ તમે ચૂંટણી દરમિયાન આવો છો તો મારા માટે આપના કાર્યક્રમોમાં સામેલ થવાનું શક્ય નથી, કેમ કે હું લોકોના અધિકારોમાં વ્યસ્ત રહું છું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *