Final Up to date:
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ અને ગૌતમ ગંભીર T-20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા અમદાવાદના હનુમાનજી મંદિર ગયા. પૂજારી ઈશ્વરદાસજી મહારાજે આશીર્વાદ આપ્યા.
અમદાવાદ: આવતીકાલે અમદાવાદમાં રમાનારી T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા ભારતીય ખેલાડીઓ હનુમાનજીના મંદિર પહોંચ્યા છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ અને ગૌતમ ગંભીર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આવેલા હનુમાનજી મંદિરે પહોંચાડ્યા હતા. જ્યાં તેઓએ દર્શન કરી આવતીકાલે T20 વર્લ્ડ કપની આવતીકાલની ફાઈનલ મેચમાં સારી રીતે રમવા માટે પ્રાર્થના કરી હતી.
અમદાવાદના મોટેરા સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલે 8મી માર્ચ, રવિવારે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાનાર છે. જેની પહેલા ભારતીય ક્રિકેટરો હાલ સ્ટેડિયમ નજીક આવેલા હનુમાન ટેકરી મંદિરે દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ અને ગૌતમ ગંભીર હનુમાનજીના દર્શન કરવા પહોંચ્યા હતા. એક એક્ટિવા સવાર યુવકે તેમને મંદિર સુધીનો રસ્તો બતાવી તેઓને મંદિરે પહોંચાડ્યા હતા.
ભારતીય ખેલાડીઓને સ્ટેડિયમ નજીકના હનુમાનજી મંદિરે પહોંચાડનાર એક્ટિવા સવાર હેત પરમાર નામના યુવકે જણાવ્યું હતું કે, હું અહીંયાથી કામ કરીને સ્ટેડિયમમાંથી નીકળ્યો ત્યારે સ્ટેડિયમમાંથી સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા સહિતના ક્રિકેટરો મને મળ્યા હતા. અન્ય ક્રિકેટરો પહેલાથી જ મંદિરે જવા નીકળી ગયા હતા, ત્યારે આ બંનેએ મને કહ્યું કે, મંદિર સુધી લઈ જાઓ, જેથી મેં તેમને રસ્તો બતાવ્યો અને તેઓને મેં અહીં મંદિરે પહોંચાડ્યા હતા.
મંદિરે પહોંચ્યા બાદ હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ અને ગૌતમ ગંભીરે આવતીકાલના ન્યૂઝિલેન્ડ સામેનો ફાઈનલ મુકાબલો જીતવા માટે હનુમાનજી દાદાના આશીર્વાદ લીધા હતા. જે અંગે મંદિરના પૂજારી ઈશ્વરદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ‘તેઓ આજે દર્શન કરવા આવ્યા હતા. તેઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને અમે બધાએ તેમને સારી રીતે રમવાના આશીર્વાદ આપ્યા છે અને હાલ અમે પ્રાર્થના કરી રહ્યા છીએ કે આવતીકાલે ભારત સારી રીતે રમે અને સારા પ્રદર્શન સાથે જીતે.
Ahmedabad,Gujarat

