કોણ છે અને શું કરે છે Sachin Tendulkar ની પુત્રવધૂ Saaniya Chandhok? જાણો અર્જુનની પત્નીના પરિવાર વિશે

કોણ છે અને શું કરે છે Sachin Tendulkar ની પુત્રવધૂ Saaniya Chandhok? જાણો અર્જુનની પત્નીના પરિવાર વિશે

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકરના લગ્ન 5 માર્ચ 2026 ના રોજ સાનિયા ચંડોક સાથે થયા. આ લગ્નમાં બોલિવૂડ સેલેબ્સથી લઈને અનેક રાજનેતાઓએ હાજરી આપી હતી. તો જાણો કોણ છે સચિન તેંડુલકરની પુત્રવધૂ સાનિયા ચંડોક કોણ છે?

 

Image Source: Instagram
Picture Supply: Instagram

ક્રિકેટની દુનિયાના ભગવાન અને પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર હવે ઓફિશિયલી સસરા બની ગયા છે. 5 માર્ચ 2026, ગુરુવારના રોજ સચિનના દીકરા અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોક લગ્નના બંધનમાં બંધાયા. ક્રિકેટરના દીકરાના વેડિંગમાં બોલિવૂડ સેલેબ્સથી લઈને અનેક ટોપની હસ્તીઓએ હાજરી આપી હતી. જો કે આ વચ્ચે લોકો એ જાણવા ઇચ્છે છે કે સચિન તેંડુલકરની પુત્રવધૂ સાનિયા ચંડોક કોણ છે, શું કરે છે? તો જાણો આ વિશે વધુમાં.

આમ, તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરની પુત્રવધૂ અને અર્જુન તેંડુલકરની પત્ની સાનિયા ચંડોક એક એન્ટરપ્રેન્યોર છે. સાનિયા મુંબઇમાં મિસ્ટર પેટ સ્પા સ્ટોર એલએલપીના નામથી સેન્ટર ચલાવે છે અને તેની ડિરેક્ટર અને પાર્ટનર છે. સાનિયાને જાનવરો પ્રત્યે ખૂબ પ્રેમ છે અને આ બિઝનેસમાં તે ખૂબ આગળ છે. સાનિયાના પેટ કેર સેન્ટરમાં પશુઓની સ્કિનકેર, ગ્રુમિંગ તેમજ બીજી અનેક પ્રકારની વસ્તુઓ થાય છે.

સાનિયા ચંડોક બિઝનેસ પરિવારમાંથી આવે છે. સાનિયાના દાદા રવિ ધઈ ફેમસ બિઝનેસમેન છે. અર્જુન તેંડુલકરની પત્ની સાનિયાના સ્ટડી વિશે વાત કરવામાં આવે તો રિપોર્ટ્સ અનુસાર સાનિયાએ શરૂઆતનું ભણતર ભારતની જાણીતી સ્કૂલમાંથી પૂરું કર્યું છે. સાનિયાએ BD Somani Worldwide College અને The Cathedral and John Connon College માંથી સ્ટડી કર્યું છે. સ્કૂલ પછીનું ભણતર સાનિયાએ વિદેશમાં કર્યું. સાનિયાએ London College of Economics and Political Science માં આગળની સ્ટડી કરી, જ્યાં બિઝનેસ સાથે જોડાયેલ સબ્જેક્ટમાં ગ્રેજ્યુએશન કર્યું.

સચિન તેંડુલકરના દીકરાના લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સહિત અનેક દિગ્ગજ રાજનેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ક્રિકેટરથી લઈને અનેક સેલેબ્સે હાજરી આપી હતી. જો કે લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે.

ઉલ્લેખનીય છે કે, અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોક પોતાના લગ્નમાં ખૂબ જ રોયલ લુકમાં જોવા મળ્યા હતા. અર્જુને સોનેરી ઝરીવાળી લાલ રંગની બંધ ગળાવાળી શેરવાની પહેરી હતી, જેમાં તેણે મેચિંગ કુર્તા, સફેદ ટ્રાઉઝર અને બ્રાઉન લોફર્સ સાથે પેર કર્યું હતુ. તેનો આ અંદાજ ખૂબ જ ગ્રેસફુલ અને ક્લાસી લાગી રહ્યો હતો, તો વળી સાનિયા ચંડોક લાલ અને પીચ શેડની ભારે ઝરીવાળી સાડીમાં ખૂબ જ સુંદર લાગી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *