‘રામાયણ’નાં જામવંતને 39 વર્ષ પછી ઓળખવા મુશ્કેલ, હવે કરી રહ્યાં છે ‘આ’ કામ; લેટેસ્ટ તસવીર થઈ વાયરલ

‘રામાયણ’નાં જામવંતને 39 વર્ષ પછી ઓળખવા મુશ્કેલ, હવે કરી રહ્યાં છે ‘આ’ કામ; લેટેસ્ટ તસવીર થઈ વાયરલ

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

રામાનંદ સાગરની ‘રામાયણ’માં જામવંત બનેલાં શ્રીકાંત રાજશેખર આજે પણ તેમનાં દમદાર અવાજ માટે જાણીતાં છે. શ્રીકાંત  રાજશેખર ઉપાધ્યાય વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે. જો કે લેટેસ્ટમાં એક્ટરની તસવીર વાયરલ થઈ રહી છે, જે જોઈને તમે પણ ચોંકી જશો.

Image Source: SCREEN GRAB FROM GAJANAND PATEL YOUTUBE
Picture Supply: SCREEN GRAB FROM GAJANAND PATEL YOUTUBE

રામાનંદ સાગરની ‘રામાયણ’ 39 વર્ષ પછી પણ દર્શકોની વચ્ચે ઘાંસૂ સ્ટાર કાસ્ટને કારણે ચર્ચામાં છે. સીતા-રામથી લઈને હનુમાન સુધી, એમ દરેક કેરેક્ટરને પોતાની અલગ ઓળખ મળી છે. ટીવીનાં ઇતિહાસમાં આ શોએ વ્યૂઅરશિપનાં મામલે અપાર સફળતા મેળવી છે. ‘રામાયણ’નાં લીડ કલાકારો અરુણ ગોહિલ અને દીપિકા ચિખલિયા સિવાય જામવંત બનેલા એક્ટર શ્રીકાંત રાજશેખર ઉપાધ્યાયનો રોલ પણ દર્શકોને ખૂબ પસંદ પડ્યો હતો, જે લાંબા સમયથી આ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. જામવંત રામાયણનાં સૌથી પ્રમુખ પાત્રોમાંથી એક છે.

રામાયણનાં જામવંત કોણ છે?

રામાયણમાં જામવંતની ભૂમિકા નિભાવનાર અભિનેતા શ્રીકાંત રાજશેખર ઉપાધ્યાય છે, જેમને રામ અને રાવણનાં યુદ્ધની કહાનીમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. કમાલની વાત તો એ છે કે આજે પણ તેમનો અસલી ચહેરો અને ઓળખ લોકોની વચ્ચે બની રહી છે. આમ, પોતાનાં અવાજનાં દમ પર દર્શકોનું દિલ જીતી રહ્યાં છે.

‘રામાયણ’નાં જામવંત ક્યાં અને શું કરી રહ્યાં છે?

ramayan jamvant shrikant rajshekhar upadhyay

Picture Supply: SCREEN GRAB FROM BHAJAN MARG YOUTUBE

રામાયણનાં દરેક કેરેક્ટર વિશે લોકો જાણતાં હશે, પરંતુ 39 વર્ષથી એક્ટર શ્રીકાંત રાજશેખર ઉપાધ્યાય ક્યાં છે અને શું કરે છે એ વિશે બહુ ઓછાં લોકો જાણે છે. ‘રામાયણ’ સીરિયલ દ્વારા જામવંતને સફળતા બહુ મળી, પરંતુ ક્યારેય તેમનો ચહેરો બતાવવામાં આવ્યો નથી. આમ, લેટેસ્ટમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પ્રેમાનંદ મહારાજની સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યાં છે. આમ, તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ દરમિયાન શ્રીકાંત રાજશેખર મુંબઈ છોડીને તેમનાં ઘરે જવાનું નિર્ણય કર્યો હતો અને હવે તેઓ રામ કથા કહે છે.

શ્રીકાંત રાજશેખર કેવી રીતે જામવંત બન્યા?

વિક્રમ ઔર બેતાલનાં પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક રામાનંદ સાગરનાં દીકરા આનંદ સાગરને શ્રીકાંત રાજશેખરનું કામ ખૂબ ગમ્યું હતુ. ત્યારબાદ શ્રીકાંતની રામાયણ માટે પસંદગી કરવામાં આવી હતી. પહેલાં શ્રીકાંતની વિભીષણનાં કેરેક્ટર માટે પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તેમનાં અવાજે એક્ટરને જામવંત બનાવ્યા. આ શો સિવાય શ્રીકાંતે જય હનુમાન, મહાભારત અને અદાલત જેવા અનેક શો કર્યાં છે.

 

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *