રોયટર્સના અહેવાલ અનુસાર, આ રિકોલમાં Volvo EX30 ઇલેક્ટ્રિક એસયુવીના કુલ 40,323 યુનિટ સામેલ છે. તેમાં સિંગલ મોટર એક્સટેન્ડેડ રેન્જ અને ટ્વિન મોટર પરફોર્મન્સ વેરિયન્ટનો સમાવેશ થાય છે. કંપનીનું કહેવું છે કે, હાઈ વોલ્ટેજ બેટરી પેકના વધુ ગરમ થવાનો ખતરો છે, જેનાથી આગ લાગવાની શક્યતા વધી જાય છે.

