Final Up to date:
ગુજરાત વિધાનસભામાં લગ્ન નોંધણી માટે નવા કડક નિયમો બનાવવામાં આવ્યા છે, આ અંગે હર્ષ સંધવીએ માહિતી આપી જણાવ્યું કે, લગ્ન નોંધણી વખતે દીકરીના માતા-પિતાને જાણ કરાશે, તથા દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા પણ કડક બનાવાઈ છે. આ માટે ખાસ પોર્ટલ પણ બનાવાના આવશે.
ગાંધીનગર: ગુજરાત લેભાગુ અને પરિવારની સહમતિ વિના પ્રેમ લગ્નના કિસ્સાઓ સામે આવ્યા બાદ અનેક સમાજની રજૂઆતોને ધ્યાને લઈને સરકારે આજે વિધાનસભા ગૃહમાં સુધારણા બિલ રજૂ કરવા જઈ રહી છે. નવા નિયમો લાગું થયા બાદ શું શું બદલાશે અને કેવી રીતે આખી પ્રોસેસ થશે તે અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ માહિતી આપી છે.
હર્ષ સંધવીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં લગ્ન નોંધણી માટે ગ્રામ્ય કક્ષાએ તલાટી પાસે સત્તા રહેતી હતી. લગ્ન નોંધણી સંપૂર્ણ પ્રક્રિયા તલાટી લેવલે જ પૂર્ણ થઈ જતી. જોકે, હવે તલાટીને અરજી મળ્યા બાદ તલાટીએ તે માહિતી 10 દિવસની અંદર તાલુકા કક્ષાએ ઉપરી અધિકારીઓને આપવાની રહેશે. વધુમાં પહેલાના નિયમોમાં લગ્ન નોંધણી માટે પહેલા વર-વધૂની હાજરી અનિવાર્ય નહોતી, જેને હવે અનિવાર્ય બનાવાઈ છે. સાથે જ હવે નવી પદ્ધતિમાં વધારાના દસ્તાવેજો પણ માંગવામાં આવશે અને તે દસ્તાવેજોની ચકાસણી પણ વધુ કડક બનાવાઈ છે. જેથી બોગસ લગ્ન નોંધણી અટકાવી શકાય.
વધુમાં હવે લગ્ન નોંધણી માટે દીકરીના માતા-પિતાનું આધાર કાર્ડ, તેમના ટેલિફોન નંબર અને એડ્રેસ પ્રૂફ પણ માંગવામાં આવશે. જ્યારે લગ્ન નોંધણી માટે અરજી કરવામાં આવે ત્યારે તે જ સમયે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા-પિતાને ઓનલાઈન વોટ્સએપના માધ્યમથી જાણ કરાશે. સાથે જ તેમના ઘરે પણ આ સંપૂર્ણ ડિટેલ મોકલવામાં આવશે. બાદમાં આ માતા-પિતાને જો કોઈ વાંધો હોય તો એ માતા-પિતાની ફરજ છે કે, એમની દીકરીને સમજણપૂર્વક બનાવી લે. જો કોઈ પણ જગ્યાએ માતા-પિતા દીકરીને હેરાન કરશે તો પણ નહીં ચલાવવામાં આવે. દીકરીને સમજણપૂર્વક સામાજિક રીતે સમજાવે તે માતા-પિતાની જવાબદારી રહેશે અને એમાં અમે સરકાર પણ સહયોગ કરીએ છીએ, પરંતુ દીકરીઓ પર પ્રેશર કરશે તો ચલાવી લેવામાં નહીં આવે.
ખાસ વાત એ પણ છે કે, કોઈ સામાન્ય માણસો જે વિધિવિધાન પૂર્વક લગ્ન કરતા હોય છે. તેમને હેરાન ન થાય તે પ્રકારના નિયમો બનાવાયા છે. જેમાં માતા-પિતાની મંજૂરી જોઈ અને સામાજિક લગ્ન જે કરતા લોકોને પણ ખોટા ધક્કા ન ખાવા પડે. આમ એક મહિનાની અંદર આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જે નિયમ છે એ નિયમ પ્રમાણે આગળ વધવામાં આવશે. તે પહેલા માતા-પિતા પોતાના દીકરા-દીકરી જોડે સંકલન કરીને આ બાબતે કોઈ ગંભીરતાપૂર્વક જો કોઈ વાંધો હોય. તો એ સંપૂર્ણ સમય માતા-પિતાને મળી રહેશે અને કોઈ લેભાગુ લોકોને સીધો રસ્તો નહીં મળે.
ખાસ કરીને આવનારા દિવસોમાં આ માટે એક ખાસ પોર્ટલ બનાવવામાં આવશે. જેમાં લગ્ન રજિસ્ટ્રેશન માટે અરજી આપવામાં આવશે. તે જ સમયે વોટ્સએપના માધ્યમથી માતા-પિતાને તેમની દીકરી લગ્ન રજિસ્ટ્રેશન માટે મોકલી છે. આમ માતા-પિતાની વેદનાઓ સચવાઈ અને દીકરા-દીકરીઓનો હક પણ સચવાઈ રહે અને કોઈ પણ લેભાગુ કર્મચારી સિસ્ટમની અંદરથી કોઈ એરર શોધીને આવા પરિવારોનું જીવન બરબાદ ન કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આખી ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં જે નવી પદ્ધતિ છે એમાં નોટરીની જવાબદારી ખૂબ ગંભીરતાપૂર્વક બનાવીને નોટરી તમામ લોકોની હાજરી વગર જો સિક્કો મારશે તો એની ઉપર પણ કડક પગલાં ભરવામાં આવશે. જે લેવલ પરથી કોઈ ખોટું કરે એ લોકો પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને બીજો વિષય કે આ જે પદ્ધતિ આપણે નક્કી કરી છે. તે માટે એક મહિનાનો સમય લોકોને આપ્યો છે. તમામ સામાજિક સંસ્થાઓ હોય કે યુવાનો હોય કે પોતપોતાની લાગણી. કોઈ પણ જગ્યાએ થઈ શકે.
સામાન્ય રીતે ભારત એક દેશ છે. અને એની અંદર આપણા રાજ્યની અંદર કોઈ નોંધની કોઈ ખૂણે કરે, પરંતુ એના પરિવારને આ માહિતી પહોંચાડવી હાલ સુધી શું હતું કે 12 બોર્ડ પર તલાટી લગાવી લેતા પરંતુ હવે એ કારણોસર ઘણા લોકો ફાવી જતા હતા. કાયદેસરની કાર્યવાહી કરી છે તમારી. આ પ્રકારની માહિતીઓ ચેનલમાં દર્શાવવામાં આવેલી હતી. એમાં કોઈ ફરિયાદીના હોવા છતાં ભી રાજ્ય સરકાર ફરિયાદી બનીને ભી આવા લોકો પર પગલા ભર્યા.
Gandhinagar,Gujarat
Feb 20, 2026 12:27 PM IST

