અમદાવાદમાં વધુ એક વખત માર્ગ અકસ્માતની ઘટના બની છે. ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા નવાવાડજમાં મોડી રાત્રે અકસ્માત થયો હતો. શહેરના પલક ચાર રસ્તા પાસે સામસામે 2 કાર ટકરાયા બાદ એક કાર પલટી મારી ગઈ હતી. જો કે, અકસ્માતના આ બનાવ અંગેની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં બંન્ને કારને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરતા માલિકની પૂછપરછ આદરી હતી.
Source link
