સુરત: જાહેરમાં ચીલમમાં ગાંજો ભરીને યુવક નશો કરતો હતો, વીડિયો વાયરલ થતા જોવા જેવી થઈ

સુરત: જાહેરમાં ચીલમમાં ગાંજો ભરીને યુવક નશો કરતો હતો, વીડિયો વાયરલ થતા જોવા જેવી થઈ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવક સોસાયટીમાં જાહેરમાં ચીલમમાં ગાંજો ભરીને નશો કરતો જોકે આ મામલે એક જાગૃત નાગરીકે વીડિયો બનાવ્યો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી અને આરોપીને ઝડપી પાડ્યો છે.

જાહેરમાં ગાંજાનો નશો કરતા યુવકની ધરપકડ
જાહેરમાં ગાંજાનો નશો કરતા યુવકની ધરપકડ

સુરત: શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ઘટના સામે આવી છે. શહેરના સરથાણા વિસ્તારમાં જાહેરમાં ગાંજાનું સેવન કરનાર એક યુવકની પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારની Apple Sq. Societyમાં એક યુવક ગાંજાની ચિલમ બનાવી નશો કરી રહ્યો હતો. સોસાયટીમાં રહેતા જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

વીડિયો વાયરલ થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. વાયરલ વીડિયોના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને વીડિયોમાં દેખાતા યુવકની ઓળખ અંકિત હીરપરા તરીકે કરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને અંકિતને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન અંકિત હીરપરાએ ગાંજાનું સેવન કર્યાની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે ગાંજો તે રેલ્વે ટ્રેક નજીકથી લાવ્યો હતો અને બાદમાં સોસાયટીના વિસ્તારમાં ચિલમ બનાવી નશો કર્યો હતો.

યુવકે પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી હતી. તેણે ભવિષ્યમાં આવું કૃત્ય ફરી નહીં કરવાની બાહેંધરી પણ આપી હતી. પોલીસે અંકિત વિરુદ્ધ નશીલા પદાર્થ સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે જાહેરમાં નશીલા પદાર્થોનું સેવન કરવું ગંભીર ગુનો છે અને આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

જોકે આ ઘટનાએ સોસાયટી વિસ્તારમાં રહેતા લોકોમાં ચિંતા ફેલાવી છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે જાહેરમાં આવી હરકતો થવી સમાજ માટે ચિંતાજનક છે. પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી થતા લોકોમાં વિશ્વાસ વધ્યો છે. સરથાણા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે આવી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ નજરે ચડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત સતર્ક હોવાનું પણ જણાવાયું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *