પાણીપુરી ખાવાના શોખીનો આ વીડિયો ન જુએ તો સારું, બીજી વાર લારીએ ઊભા રહેતા 100 વાર વિચારશો

પાણીપુરી ખાવાના શોખીનો આ વીડિયો ન જુએ તો સારું, બીજી વાર લારીએ ઊભા રહેતા 100 વાર વિચારશો

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પાણીપુરીની લારીએ પાણીમાંથી જીવતો ઉંદર નીકળતો દેખાયો છે. જેથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Image: Instagram@karan_dhanju26
Picture: Instagram@karan_dhanju26

આપણા ત્યાં પાણીપુરી એક એવી વસ્તુ છે જે બાળકોથી માંડીને વૃદ્ધો સુધી લોકોને પસંદ આવતી હોય છે. શહેરમાં કે ગામડામાં થોડા અંતરે તમને એક પાણીપુરીની લારી જરૂર દેખાઈ જશે. આ પાણીપુરીની લારીએ લોકો આનંદથી તેને ખાઈને મજા માણતા હોય છે. જોકે હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને જે પણ લોકો પાણીપુરી ખાવાના શોખીન છે તે આ પાણીપુરી ખાતા પહેલા 100 વાર વિચાર કરશે.

વીડિયો જોઈને તમે પણ હેરાન થઈ જશો. તેના પાછળનું કારણ એ છે કે પાણીપુરીની લારીએ ઊભેલા વ્લોગર જ્યારે વીડિયો બનાવી રહ્યા હતા તે સમયે પાણીમાંથી જીવતો ઉંદર નીકળ્યો હતો. આ સીન જોઈને મોટા ભાગના લોકો હેરાન થઈ ગયા છે. જે પાણીનો સ્વાદ માણીને લોકો મજા લેતા હોય છે તેમાંથી ઉંદર નીકળતો જોઈને યુઝર્સ ચોંકી ગયા છે.

વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે એક મિત્ર પાણીપુરીના સ્ટોલ પર વીડિયો શૂટ કરી રહ્યો હતો. બધું સામાન્ય હતું. તે જ સમયે અંદરથી અવાજ આવે છે. અવાજ સાંભળીને લારીવાળો ભાઈ પાણી ચેક કરે છે અને તેને હલાવે છે ત્યારે એક ઉંદર ઝડપથી બહાર નીકળી જાય છે. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર બધા લોકો ચોંકી ઊઠે છે. થોડાક સમય માટે તો લોકોને ખબર પણ નથી પડતી આખરે શું થયું.

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને karan_dhanju26 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જે સોશિયલ મીડિયા ફૂડ વ્લોગર છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. જેમાં મોટા ભાગના યુઝર્સ દ્વારા આ ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

(Disclaimer: આ ખબરને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈને જણાવવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ નથી કરતું)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *